रामनाम की महिमा
(चौपाई)
भायँ कुभायँ अनख आलसहूँ । नाम जपत मंगल दिसि दसहूँ ॥
सुमिरि सो नाम राम गुन गाथा । करउँ नाइ रघुनाथहि माथा ॥१॥
मोरि सुधारिहि सो सब भाँती । जासु कृपा नहिं कृपाँ अघाती ॥
राम सुस्वामि कुसेवकु मोसो । निज दिसि दैखि दयानिधि पोसो ॥२॥
लोकहुँ बेद सुसाहिब रीतीं । बिनय सुनत पहिचानत प्रीती ॥
गनी गरीब ग्रामनर नागर । पंडित मूढ़ मलीन उजागर ॥३॥
सुकबि कुकबि निज मति अनुहारी । नृपहि सराहत सब नर नारी ॥
साधु सुजान सुसील नृपाला । ईस अंस भव परम कृपाला ॥४॥
सुनि सनमानहिं सबहि सुबानी । भनिति भगति नति गति पहिचानी ॥
यह प्राकृत महिपाल सुभाऊ । जान सिरोमनि कोसलराऊ ॥५॥
रीझत राम सनेह निसोतें । को जग मंद मलिनमति मोतें ॥६॥
(दोहा)
सठ सेवक की प्रीति रुचि रखिहहिं राम कृपालु ।
उपल किए जलजान जेहिं सचिव सुमति कपि भालु ॥ २८(क) ॥
हौहु कहावत सबु कहत राम सहत उपहास ।
साहिब सीतानाथ सो सेवक तुलसीदास ॥ २८(ख) ॥
રામનામનો મહિમા
ભાવ કભાવ ક્રોધ આળસથી, મંગલ બને દસે દિશ જપથી.
એવું સ્મરી રામનું નામ, કરી રામને પ્રેમપ્રણામ,
કરું રામગુણગાથા ગાન.
જેમની નથી વ્યર્થ કૃપા, અમોઘ કહેવાતી કરુણા,
સુધારશે તે મારી વાણ, પોષશે મને માની પ્રાણ.
રામસમા છે ઉત્તમ નાથ, મારાશો અધમાધમ દાસ,
છતાં ભાવને જાણી ખાસ દેશે પદ પોતાની પાસ.
રંક રાય પંડિત ને મૂર્ખ, પુરવાસી કે ગ્રામી મૂઢ,
મલિન પવિત્ર બુદ્ધિ અનુસાર, સુકવિ કુકવિ રાજાને દ્વાર
પ્રશંસા કરે રુચિ અનુસાર.
સુશીલ સજ્જન સુજ્ઞ કૃપાળ રાજા ઇશ્વરઅંશ સમાન
ભક્તિ વિનય ને જાણી ભાવ, સન્માની આપે શિરપાવ;
નૃપનો એવો કહ્યો સ્વભાવ, આ તો જ્ઞાનીશિરમણિ રામ,
પવિત્ર પ્રેમે થાય પ્રસન્ન, મૂર્ખ મલિન કો મુજશો અન્ય ?
(દોહરો)
તાર્યા પથ્થર સિંધુમાં, સચિવ કર્યા કપિ ભાલુ,
પ્રીતિ રુચિ શઠ છું છતાં મારી તે જ કૃપાળુ
સ્વીકારી અપનાવશે મુજને દાસ ગણી,
સમાજમાં હું રામનો સેવક રહ્યો બની.
રામ સહી ઉપહાસ એ કૃપા કરી દો ખાસ,
સાહેબ સીતાનાથશા, સેવક તુલસીદાસ.