Sunday, 22 December, 2024

Bal Kand Doha 29

139 Views
Share :
Bal Kand  							Doha 29

Bal Kand Doha 29

139 Views

रामनाम की महिमा
 
(चौपाई)
अति बड़ि मोरि ढिठाई खोरी । सुनि अघ नरकहुँ नाक सकोरी ॥
समुझि सहम मोहि अपडर अपनें । सो सुधि राम कीन्हि नहिं सपनें ॥१॥
 
सुनि अवलोकि सुचित चख चाही । भगति मोरि मति स्वामि सराही ॥
कहत नसाइ होइ हियँ नीकी । रीझत राम जानि जन जी की ॥२॥
 
रहति न प्रभु चित चूक किए की । करत सुरति सय बार हिए की ॥
जेहिं अघ बधेउ ब्याध जिमि बाली। फिरि सुकंठ सोइ कीन्ह कुचाली ॥३॥
 
सोइ करतूति बिभीषन केरी । सपनेहुँ सो न राम हियँ हेरी ॥
ते भरतहि भेंटत सनमाने । राजसभाँ रघुबीर बखाने ॥४॥
 
(दोहा)
प्रभु तरु तर कपि डार पर ते किए आपु समान ॥
तुलसी कहूँ न राम से साहिब सीलनिधान ॥ २९(क) ॥
 
राम निकाईं रावरी है सबही को नीक ।
जों यह साँची है सदा तौ नीको तुलसीक ॥ २९(ख) ॥
 
एहि बिधि निज गुन दोष कहि सबहि बहुरि सिरु नाइ ।
बरनउँ रघुबर बिसद जसु सुनि कलि कलुष नसाइ ॥ २९(ग) ॥
 
રામનામનો મહિમા
 
ધૃષ્ટતા ઘણી દોષ મહાન પાપો મારાં વળી વિરાટ,
સ્વર્ગ સાંપડે કેમ મને, મળે નરકમાં પણ ના સ્થાન.
 
સમજી એમ મને ભય રહે, કલ્પિત ચિંતા ચિત્ત કરે,
પરંતુ પ્રેમસિંધુ છે રામ સ્વપ્ને ધરે ન ત્રુટિનું ધ્યાન.
 
રામે વાત સુણી મારી ભક્તિભાવનાને જાણી,
પ્રશંસા કરી એની ખૂબ ભલે હોય મન મારું મૂઢ;
 
ભક્તનું હૃદય જોતા રામ કરતા પૂર્ણપણે નિષ્કામ,
વરસતા કૃપાની વર્ષા પ્રસન્ન ભક્ત ઉપર બનતાં.
 
ભૂલ ભક્તની કરે ન યાદ, કરે શુભ તરફ દૃષ્ટિપાત;
વાલીને રઘુવરે હણ્યો, એ જ દોષ સુગ્રીવતણો
હતો ભયંકર તોપણ ના દંડ કર્યો, ઉદ્ધાર કર્યો.
 
દોષ વિભીષણનો ભારે લીધો લેશ નહીં ધ્યાને.
ભરત ભેટતાં સન્માન કર્યું એનું ને ગુણગાન કર્યું.
 
(દોહરો)       
પ્રભુએ વાનરને કર્યા સ્નેહે સ્વયં સમાન.
તુલસી એવા રામશા અન્ય ન શીલનિધાન.
 
રામ, આપના અનુગ્રહે થાય સૌનું કલ્યાણ,
તુલસીનું તેમજ થશે સદા પરમ કલ્યાણ.
 
નિજ ગુણદોષ કહી નમી સ્નેહથકી સહુને
કલિમલનાશક વર્ણવું રામતણા યશને.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *