Friday, 27 December, 2024

Bal Kand Doha 316

139 Views
Share :
Bal Kand  							Doha 316

Bal Kand Doha 316

139 Views

लग्न का वर्णन
 
(चौपाई)
केकि कंठ दुति स्यामल अंगा । तड़ित बिनिंदक बसन सुरंगा ॥
ब्याह बिभूषन बिबिध बनाए । मंगल सब सब भाँति सुहाए ॥१॥

सरद बिमल बिधु बदनु सुहावन । नयन नवल राजीव लजावन ॥
सकल अलौकिक सुंदरताई । कहि न जाइ मनहीं मन भाई ॥२॥

बंधु मनोहर सोहहिं संगा । जात नचावत चपल तुरंगा ॥
राजकुअँर बर बाजि देखावहिं । बंस प्रसंसक बिरिद सुनावहिं ॥३॥

जेहि तुरंग पर रामु बिराजे । गति बिलोकि खगनायकु लाजे ॥
कहि न जाइ सब भाँति सुहावा । बाजि बेषु जनु काम बनावा ॥४॥

(छंद)
जनु बाजि बेषु बनाइ मनसिजु राम हित अति सोहई ।
आपनें बय बल रूप गुन गति सकल भुवन बिमोहई ॥
जगमगत जीनु जराव जोति सुमोति मनि मानिक लगे ।
किंकिनि ललाम लगामु ललित बिलोकि सुर नर मुनि ठगे ॥

(दोहा)
प्रभु मनसहिं लयलीन मनु चलत बाजि छबि पाव ।
भूषित उड़गन तड़ित घनु जनु बर बरहि नचाव ॥ ३१६ ॥
 
લગ્નનું વર્ણન
 
મોરકંઠ દ્યુતિ શ્યામ શરીર, વીજ વિનિંદક વસનો પીત,
મંગલ સુંદર સર્વપ્રકાર, ધાર્યા વિવિધ શુચિ અલંકાર.
 
શરદ વિમળ વિધુ વદન રસાળ, નયન નવલ રાજીવ સમાન;
સુંદરતા નવ કહી શકાય, જોતાંવેંત જ મુગ્ધ થવાય.
 
બંધુ મનોહર સોહે સંગ નચાવતા જે તરલ તુરંગ;
કોટિ કામથી અદભુત અંગ, રઘુવરનો આકર્ષક રંગ.
 
જે તુરંગ પર રાજ્યા રામ તુરંગ તે સુંદર કૃતકામ,
કામદેવ જાણે સાક્ષાત, એની ગતિની થાય ન વાત.
 
(છંદ)
ગતિ નિહાળી એની ગરુડને પણ થતી લજ્જા ખરે,
વય રૂપ બળ ગુણ ચાલથી એ મુગ્ધ દર્શકને કરે;
માણેક મોતી મણિ થકી મંડિત પ્રકાશિત જીનને,
મોહિત થતા સુર મુનિ મનુજ દેખી સુચારુ લગામને.
 
(સોરઠા)
લગામ ઘૂઘરીવાળી સજીને અશ્વ ચાલતો,
રામના મનની સાથે મનનો તાલ સાધતો.
 
મેઘ શોભી રહ્યો તારાગણ ને વીજળી વડે
નચાવી હો રહ્યો જાણે કોઇ સુંદર મોરને.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *