लग्न का वर्णन
(चौपाई)
जेहिं बर बाजि रामु असवारा । तेहि सारदउ न बरनै पारा ॥
संकरु राम रूप अनुरागे । नयन पंचदस अति प्रिय लागे ॥१॥
हरि हित सहित रामु जब जोहे । रमा समेत रमापति मोहे ॥
निरखि राम छबि बिधि हरषाने । आठइ नयन जानि पछिताने ॥२॥
सुर सेनप उर बहुत उछाहू । बिधि ते डेवढ़ लोचन लाहू ॥
रामहि चितव सुरेस सुजाना । गौतम श्रापु परम हित माना ॥३॥
देव सकल सुरपतिहि सिहाहीं । आजु पुरंदर सम कोउ नाहीं ॥
मुदित देवगन रामहि देखी । नृपसमाज दुहुँ हरषु बिसेषी ॥४॥
(छंद)
अति हरषु राजसमाज दुहु दिसि दुंदुभीं बाजहिं घनी ।
बरषहिं सुमन सुर हरषि कहि जय जयति जय रघुकुलमनी ॥
एहि भाँति जानि बरात आवत बाजने बहु बाजहीं ।
रानि सुआसिनि बोलि परिछनि हेतु मंगल साजहीं ॥
(दोहा)
सजि आरती अनेक बिधि मंगल सकल सँवारि ।
चलीं मुदित परिछनि करन गजगामिनि बर नारि ॥ ३१७ ॥
લગ્નનું વર્ણન
રામ અશ્વ પર થયા સવાર એનું શું લાવણ્ય અપાર,
શારદા કરે કેમ વખાણ, મુગ્ધ કર્યો શંકરનો પ્રાણ.
રમા રમાપતિ મુગ્ધ બન્યાં સંમોહિત ક્ષણવાર થયાં,
રઘુવરનું સૌન્દર્ય અનંત, બ્રહ્મા પામી શક્યા ન અંત.
સુરપતિનો આનંદ અનંત, દેવગણ થયા પરમ પ્રસન્ન;
બંને પક્ષે હર્ષ અમાપ રઘુવરકેરો કેવળ જાપ.
વિવિધ વાગવા લાગ્યાં વાદ્ય; સજી જાનને માટે સાજ
સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમ ચાલી કરવા કાજે ક્ષેમ.
(દોહરો)
સજી આરતી હરખથી વધાવવાને રામ,
લલનાઓ ગજગામિની ચાલી તજતાં કામ.