Friday, 15 November, 2024

Bhagavad Gita, Mahatmya & Dhyan – 01

130 Views
Share :
Bhagavad Gita, Mahatmya & Dhyan – 01

Bhagavad Gita, Mahatmya & Dhyan – 01

130 Views

આપણા દરેક ધર્મગ્રંથમાં જે તે ગ્રંથનો મહિમા ગાવામાં આવ્યો છે. મહર્ષિ વ્યાસ રચિત ભગવદ્ ગીતા પણ એમાં અપવાદ નથી. ગીતાનો પાઠ કરવા-કરાવવાથી શું ફાયદા થાય અને એનું શું મહત્વ છે એ ભગવદ ગીતાની શરૂઆતમાં વર્ણવવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં અર્જુનને આ શ્લોકો ન કહ્યા હોય એ સ્વાભાવિક છે. કદાચ કાળક્રમે ગીતાની મહત્તા બતાવવા પંડીતોએ આ શ્લોકોને જોડ્યા હોય એમ પણ બને. તો ચાલો આપણે ભગવદ્ ગીતાના આરંભમાં રજૂ થયેલ મહાત્મ્ય અને ધ્યાનના શ્લોકોને જોઈએ.

=============

श्रीधरोवाचः
 પૃથ્વી કહે છેઃ
 
भगवन् परमेशानः भक्तिरव्याभचारिणी।
प्रारब्धं भुज्यमानस्य कथं भवति हे प्रभो? ॥१॥
 
પ્રારબ્ધ તણો ભોગ જે જગમાં જન કરતાં,
ભક્તિ ઉત્તમ તે કહો કેમ કરી લભતાં ?
*
श्री विष्णुरुवाच
વિષ્ણુ ભગવાન કહે છેઃ
 
प्रारब्धं भुज्यमानो हि गीताभ्यासरतः सदा।
स मुक्तः स सुखी लोके कर्मणा नोपालप्यते. ॥२॥
 
પ્રારબ્ધ ભલે ભોગવે, ગીતારત પણ જે,
સુખી મુક્ત તે થાય છે, લેપાયે ના તે.
*
महापापादि पापानि गीताध्यानं करोति चेत्,
क्वचित्स्पर्शं न कुर्वन्ति नलिनीदलमम्बुवत् ॥३॥
 
ગીતા ધ્યાન કર્યા થકી, પાપ કદી ના અડે,
પદ્મ જેમ જલમાં છતાં, જલ એને ન અડે.
*
गीतायाः स्तकं यत्र यत्र पाठः प्रवर्तते।
तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै ॥४॥
 
ગીતા જ્યાં ને પાઠ જ્યાં ગીતાજીનો થાય,
પ્રયાગ જેવા તીર્થ ત્યાં સર્વે ભેગા થાય.
*
गीताश्रयेहं तिष्ठामि गीता मे चोत्तमं गृहम्।
गीताझानमुपाश्चित्य त्रिल्लोकान्पालयाम्यहम् ॥५॥
 
ગીતા-આશ્રય હું રહું, ગીતા ઘર મારું,
ગીતાજ્ઞાન થકી જ હું ત્રિલોકને પાળું
*
गीतार्थं ध्यायते नित्यं कृत्वा कर्माणि भूरिशः।
जीवनमुक्तः स विझेयो देहान्ते परमं पदम् ॥६॥
 
કર્મ કરે કોઈ છતાં ગીતા અમલ કરે,
જીવનમુક્ત તે થાય ને સર્વ પ્રકાર તરે.
*
गीताशास्त्रमिदं पुण्यं यः पठेत्प्रयतः पुमान्।
विष्णोः पदमवाप्नोति भयशोकादिवर्जितः॥७॥
 
ભવસાગર છે ઘોર આ, તરવા માગે જે,
ગીતારૂપી નાવનું શરણ લઈ લે તે.
 
પવિત્ર ગીતા ગ્રંથ આ પ્રેમે જે પઢશે,
પ્રભુને પામી શોકને ભયથી તે છૂટશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *