Bhagavad Gita, Mahatmya & Dhyan – 03
By-Gujju17-04-2023
Bhagavad Gita, Mahatmya & Dhyan – 03
By Gujju17-04-2023
ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं ।
व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतं ॥१॥
પ્રભુએ પોતે પ્રેમથી કહી નિજ સખાને,
વ્યાસ મહર્ષિએ કરી જેની રચનાને.
*
अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशा ध्यायिनीमम्ब ।
त्वामनुसंदधामि भगवद् गीते भवद्वेषिणीम् ॥२॥
અઢાર તે અધ્યાયની, અમૃતથી જ ભરી,
ભવતારક ગીતા, તને યાદ રહ્યો છું કરી.
*
नमोऽस्तुते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र ।
येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो झानमयः प्रदीपः ॥३॥
કમલસમી સોહી રહી આંખ જેમની તે,
વ્યાસ મહર્ષિ, હું નમું આજ ખૂબ પ્રીતે.
તેલ મહાભારત તણું ભરી જલાવ્યો છે,
જ્ઞાન દીવડો આ તમે દિવ્ય જગાવ્યો છે.
*
प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये।
झानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः॥४॥
શરણે આવે તેમને પારિજાત જેવા,
જ્ઞાની કૃષ્ણ, નમન હજો ગીતા ગાનારા.
*
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् ।
देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद् गुरूम् ॥५॥
વસુદેવના પુત્ર, દેવોના દેવ, કંસ તથા ચાણૂરના સંહારક, દેવકીને પરમાનંદ આપનારા, જગદ્ ગુરુ કૃષ્ણ ભગવાનને વંદન કરું છું.
વાસુદેવ, ચાણૂર ને કંસ તણા હણનાર,
જગદ્ ગુરૂ તમને નમું કૃષ્ણ, શાંતિ ધરનાર.
*
मूकं करोति वाचालं पङगुं लङघयते गिरिम् ।
यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् ॥६॥
મૂંગાને જે વાણી આપે છે અને જેમની કૃપા પાંગળાને પર્વત ઓળંગવાની શક્તિ પ્રદાન કરે છે તે પરમાનંદ સ્વરૂપ પરમાત્માને પ્રણામ કરું છું.
મૂંગા બોલે, પંગુયે ચઢે પર્વતે તેમ,
જેની કૃપા થતાં; નમું કૃષ્ણ, કરી દો રે’મ.
*
यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैः स्तवैर्वेदैः ।
सांगपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ॥७॥
બ્રહ્મા, ઈન્દ્ર, વરૂણ ને દેવ સ્મરે જેને,
દિવ્ય ગાનથી ગાય છે, વેદ મહીં જેને.
*
ध्यानावस्थिततद् गतेन मनसा पश्यन्ति यं योगिनो ।
यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः ॥८॥
જેમને બ્રહ્મા, વરુણ, ઈન્દ્ર, રુદ્ર, મરુત, દિવ્ય સ્તવનોથી સ્તવે છે, સામવેદને ગાનારા અંગ, પદ, ક્રમ, ઉપનિષદથી જેમની પ્રશસ્તિ કરે છે; જેમને યોગીઓ ધ્યાનમાં લીન થયેલા મન દ્વારા જુએ છે, અને દેવો તથા દાનવો પણ જેમના પારને પરિપૂર્ણપણે નથી પામતા, તે દેવોના દેવ પરમ કૃપાળુ પરમાત્માને પ્રણામ કરું છું. (૭-૮)
ધ્યાન ધરી હૈયે જુએ, યોગીજન જેને,
જેને દેવ ન જાણતાં, દેવ નમું તેને.