Sunday, 22 December, 2024

Chapter 11, Verse 01-05 (વિશ્વરૂપદર્શન યોગ)

334 Views
Share :
Chapter 11, Verse 01-05

Chapter 11, Verse 01-05 (વિશ્વરૂપદર્શન યોગ)

334 Views

Vishwaroop Darshan Yog

To satisfy the desire of Arjuna to behold the divine form, Lord Krishna bestow divine eye to Arjuna. In the divine form, Arjuna could see all the warriors entering in Lord’s mouth and get annihilated. Arjuna realizes that it does not matter whether he kills them or not, they are going to die of their own destiny. Killing them in the battle field is not a sin but part and partial of his duty. Arjuna also realize that Krishna is not just his charioteer or close friend but the manifestation of supreme divinity himself. He therefore apologize for his past misbehavior and sing the songs of His glory.

અધ્યાય અગિયારમો : વિશ્વરૂપદર્શન યોગ

ભગવાને દસમા અધ્યાયમાં પોતાના વ્યાપક સ્વરૂપનું વર્ણન કર્યું એથી અર્જુનને સ્વાભાવિક જ એ સ્વરૂપ નિહાળવાની ઇચ્છા જાગી અને તેણે તે ભગવાન આગળ વ્યક્ત કરી.

ભગવાને જણાવ્યું કે દિવ્ય સ્વરૂપનું દર્શન સાધારણ ચર્મચક્ષુઓ વડે કરવું શક્ય નથી. એ માટે દિવ્ય ચક્ષુઓ જોઇએ. ભગવાને કૃપા કરી અર્જુનને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યાં કે જેના વડે તે ભગવાનનું અપાર મહિમાવંતુ રૂપ નિહાળી શક્યો. અર્જુને જોયું કે તે સ્વરૂપના હજારો હાથ હતા, હજારો મુખ હતા, હજારો પગ હતા. ઘરેણાં અને શસ્ત્રોનો ત્યાં પાર ન હતો. માળા અને ગંધથી શરીર શોભિત હતું. એમાં બધા જ લોક સમાયેલા હતા. તેનું આદિ કે અંત જણાતું ન હતું. તેજના અંબાર સમા, સૂર્ય-ચંદ્રની આંખવાળા, નભને અડનારા એ તેજોમય સ્વરૂપમાં હજારો જીવો પ્રવેશી રહ્યા હતા.

ભગવાને અર્જુનને બતાવ્યું કે જે વીરોને તે રણભૂમિમાં નિહાળી રહ્યો છે તે સર્વે નાશ પામનાર છે. યુદ્ધ તો માત્ર નિમિત્ત જ છે. માટે ભય તજી યુદ્ધ કર ને વિજયી બન.

ભગવાનના દિવ્ય સ્વરૂપ જોઇ અર્જુન સ્તુતિ કરે છે અને તેમને અત્યાર સુધી સામાન્ય માનવ ગણી, પોતે તેમની સાથે મિત્ર રૂપે કરેલ વર્તાવ બદલ માફી માગે છે.

ભગવાન અર્જુનને કહે છે તેં જે રૂપનું દર્શન કર્યું તે હજુ સુધી કોઇએ જોયું જ નથી. દેવોને માટે પણ તે રૂપ જોવું મુશ્કેલ છે. વેદ, યજ્ઞ, તપ કે દાનથી એ રૂપ નિહાળી શકાતું નથી. માત્ર અનન્ય ભક્તિથી જ તેને જોઇ શકાય છે. આમ કહી ભગવાન હવે ભક્તિનો મહિમા ગાય છે.

Explore verses from Chapter 11 of Bhagavad Gita alongwith mp3 audio in Sanskrit.

============

अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna Uvacha

मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितम् ।
यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम ॥११-१॥

madanugrahaya paramam guhyam adhyatmasangyitam
yat tvaya uktam vachah tena moha ayam vigatahmam

કૃપા કરીને જે કહ્યા હિતના શબ્દ તમે,
તેથી મોહ જતો રહ્યો મારો પ્રભુજી હે.
*
भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया ।
त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् ॥११-२॥

bhavapyayau hi bhutanam shrutam vistarashah maya
tvattah kamalpatraksha mahatman api cha ayayam

evam etat yadya atath tvam atmanam parmeshwar
drustam icchami te rupam aishwaryam purushottam.

જગના કારણ છો તમે, જગના નાશક છો,
રૂપ તમારું વિશ્વમાં કેવું વ્યાપક હો.

જોવાને તે રૂપને મુજને ઇચ્છા થાય,
યોગેશ્વર, તે રૂપને બતાવો હૃદય ચ્હાય.
*
मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो ।
योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् ॥११-४॥

manyase yadi tat chakyam maya dristum iti prabho
yogeshwar tatah me tvam darshaya atmanam avyayam

જોઇ રૂપ શકીશ હું એવી ખાત્રી થાય,
યોગેશ્વર, તો રૂપને બતાવો હૃદય ચ્હાય.
*
श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri bhagavan uvacha

पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्रशः ।
नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च ॥११-५॥

pashya me partha rupani shatashah atha shahastrashah
nanavidhan divyani nanavarna kritin cha

જો તું મારા રૂપને અનેક રૂપભર્યું,
અનેકરંગી રૂપ તે દિવ્ય વિરાટ ધર્યું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *