Sunday, 22 December, 2024

Chapter 02, Verse 01-05 (સાંખ્ય યોગ)

332 Views
Share :
Chapter 02, Verse 01-05

Chapter 02, Verse 01-05 (સાંખ્ય યોગ)

332 Views

Sankhya Yog

Down and in despair, great warrior Arjuna laid down his arms and surrendered himself for guidance to Krishna. Lord Krishna explained him that he should do his duty and win the holy war. He also told Arjuna that the soul is immortal so nobody is actually going to be slain by his arms. He has to perform his duty, without attachment to success or failure. If he do so then he will free himself from the stains of his action. The chapter also portray the characteristics of a self-realized person known as ‘Sthitpragna’ in Gita.

અધ્યાય બીજો : સાંખ્ય યોગ

સગા સંબધી અને ગુરૂજનોના લોહીથી ખરડાયેલા રાજ્ય ભોગવવાની અનિચ્છાએ શોકાતુર હૃદયવાળો અર્જુન ગાંડિવને પરિત્યાગીને રથમાં બેસી ગયો, તે સમયે ભગવાન કૃષ્ણ અર્જુનના રથના માત્ર સારથિ ન રહેતા તેના માર્ગદર્શક બન્યા.

ભગવાન કૃષ્ણે કહ્યું કે તું જેના હણવાના શોકથી ચિંતાતુર છે, તે સર્વે તો મારા વડે ક્યારનાય હણાઇ ચુક્યા છે. આત્મા તો અમર છે, એનો કદી નાશ થતો નથી. જેવી રીતે લોકો જૂના વસ્ત્રોને ત્યાગીને નવા વસ્ત્રો પરિધાન કરે તેવી જ રીતે આત્મા એક દેહમાંથી બીજા દેહમાં જાય છે. શરીરનો નાશ થાય છે પરંતુ આત્માનો નાશ થતો નથી. નાશવંત એવા દેહ માટે શોક કરવો વૃથા છે. વળી ક્ષત્રિયો માટે યુદ્ધ એ તો ધર્મ છે. જો તું યુદ્ધનો ત્યાગ કરશે તો તારા ધર્મને ચુકશે અને લોકો તારી હાંસી ઉડાવશે, તને અપયશ જ મળશે. યુદ્ધ ન કરવાના અપયશ કરતાં તો યુદ્ધમાં મોત મળે તે સારું.

ભગવાને બીજા અધ્યાયમાં જેમની બુદ્ધિ સ્થિર થયેલી છે અને જેઓ સમાધિ દશાને પામી ચુક્યા છે એવા સ્થિતપ્રજ્ઞના લક્ષણો પણ કહી બતાવ્યા. સ્થિતપ્રજ્ઞ વિશેના  એ શ્લોકો ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિએ આદર્શ માનવના શકવર્તી માપદંડ તરીકે ગણી શકાય. દાર્શનિકો અને ચિંતકોને એ અનંત કાળથી પ્રેરણાની અવનવીન સામગ્રી ધરી રહ્યા છે.

Explore verses from Chapter 02 of Bhagavad Gita alongwith mp3 audio in Gujarati by Ashit & Hema Desai from album Saral Gita.

=======================
संजय उवाच
સંજય કહે છેઃ
Sanjay Uvacha

तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम् ।
विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदनः ॥२-१॥

Tam tatha kripavistam Arshrupurna kulekshanam
Vishidant midam Vakyam uvacha madhusudan.

આંસુ આંખમાં ને વળી હૃદયમાં લઈ શોક,
ઊભો રહ્યો અર્જુન ત્યાં, કહી યુધ્ધને ફોક.

કૃષ્ણે એ અર્જુનને દીધી શીખ અપાર,
શીખામણ તે છે ખરે ગીતાજીનો સાર. ॥૧॥
*
श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છેઃ
Shri Bhagawan Uvacha

कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम् ।
अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिकरमर्जुन ॥२-२॥

Kutastva Kashmal idam Vishame samupasthitam
anaryajustam asvargyam a kirtikaram arjuna,

Klaibyam ma sma gamah partha Nai tat tvayy upapadyate
kshudram hridayadaurbalyam Tyaktvottistha paramtapa.

કાયરતાને છોડ ને ઊભો થા લડવા,
તને છાજતું આ નથી, ઊભો થા લડવા.
*
अर्जुन उवाच
અર્જુન કહે છેઃ
Arjuna uvacha

कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन ।
इषुभिः प्रति योत्स्यामि पूजार्हावरिसूदन ॥२-४॥

katham bhishmam aham sankhye dronam cha madhusudan,
ishubhih pratiyotshyami pujarhavarisudana

કેમ કરીને કૃષ્ણ આ યુધ્ધ મહીં લડવું,
કહો ભીષ્મ ને દ્રોણની સાથે શેં લડવું ?
*
गुरूनहत्वा हि महानुभावान्
श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके ।
हत्वार्थकामांस्तु गुरूनिहैव
भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् ॥२-५॥

gurun ahatva hi mahanubhavan
shreyo bhoktum bhaikshyamapihiloke
hatvarthakamans tu guruni haiva
bhunjiya bhogan rudhirapradigdhan.

પૂજનીય છે એ બધા, વેર કેમ કરવું,
એથી તો ઉત્તમ ખરે ભિક્ષુ બની મરવું.

લોહીભીના હાથથી રાજ્ય ભોગવું આ,
એ ઈચ્છા મારી નથી, સત્ય કહું છું હા

Meaning
संजय बोले
आँखों में आँसू लिए, चिंता और विषाद में डूबे अर्जुन को, मधुसूदन ने यह वचन कहे ।
श्री भगवान बोले
हे अर्जुन, युद्ध भूमि में असमय तुम यह कैसे विचारों में डूब रहे हो । एसा सोचना तुम्हारे लिए गलत हैं क्योंकि ना हि श्रेष्ठ पुरुष एसा करते है, ना हि एसा करने से उसे स्वर्ग या कीर्ति की प्राप्ति होती है । हे पार्थ, एसे कायर, दुर्बल करनेवाले नपुंसक विचारों का त्याग करो । हे परन्तप, अपने आप को सम्हालो और युद्ध करने के लिए तैयार हो ।
अर्जुन बोले
हे मधुसूदन, मैं युद्धभूमि में किस प्रकार से भीष्म पितामह और आचार्य द्रोण से युद्ध करुँ ? हे अरिसूदन, मेरे लिए वे दोनों ही परम पूजनीय है । गुरु एवं पूज्यजनों के लहू से रंगे हाथो से राज्य उपभोग करने के बजाय भिक्षा माँगकर जीवन यापन करना बेहतर होगा । उनको मारकर मुझे अर्थ और कामरूप भोग ही तो मिलेंगे ।
*
સંજય કહે છે
આંખમાં આંસુ અને હૃદયમાં શોક તથા વિષાદ ભરેલ અર્જુનને મધુસૂદને આમ કહ્યું.
શ્રી ભગવાન કહે છે
હે અર્જુન, યુદ્ધ ભૂમિમાં આ સમયે તને આવા વિચારો ક્યાંથી આવી રહ્યા છે. કારણ કે જેને લીધે ન તો સ્વર્ગ મળે છે કે ન તો કીર્તિ પ્રાપ્ત થાય છે, એવું તારા જેવા શ્રેષ્ઠ પુરુષો કરતા નથી. હે પાર્થ, તું આવા દુર્બળ અને કાયર વિચારોનો ત્યાગ કર અને યુદ્ધ કરવા માટે તૈયાર થા.
અર્જુન કહે છે
હે મધુસૂદન, હું કેવી રીતે યુદ્ધ ભૂમિમાં ભીષ્મ પિતામહ અને આચાર્ય દ્રોણ સાથે યુદ્ધ કરું ? હે અરિસૂદન, મારે માટે બંને પૂજનીય છે. ગુરુ અને પૂજ્યજનોના લોહીથી ખરડાયેલા હાથે મળેલ રાજ્યનો ઉપભોગ કરવા કરતાં ભિક્ષા માંગી જીવન વીતાવવું મને બહેતર લાગે છે. વળી એમને મારીને મને શું મળશે – ધન અને ભોગવૈભવ જ ને ?

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *