Sunday, 22 December, 2024

Chapter 03, Verse 01-05 (કર્મયોગ)

389 Views
Share :
Chapter 03, Verse 01-05 (કર્મયોગ)

Chapter 03, Verse 01-05 (કર્મયોગ)

389 Views

Karma Yog

Lord Krishna explains to Arjuna that everyone has to perform their duty, no one can escape or relegate from his or her responsibility. However, it is utterly necessary to perform action without attachment. Moreover, ordinary people take inspiration from actions of great men, there for even the realized one should continue to perform their part. On Arjuna’s question about the cause of sin, Lord Krishna explains that material desire, anger and lust are the one which leads to sinful acts and the only remedy is to control one’s mind.

અધ્યાય ત્રીજો : કર્મ યોગ

ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને સ્થિતપ્રજ્ઞના લક્ષણો અને જ્ઞાનનો મહિમા ગાયો એથી અર્જુનને સહજ શંકા થઇ કે જો કર્મ કરતાં જ્ઞાન ઉત્તમ હોય તો પછી યુદ્ધકર્મમાં પ્રવૃત થવાની શી જરૂર ?

ભગવાને એના ઉત્તરમાં કર્મયોગનો મહિમા ગાયો. ભગવાન કૃષ્ણે કહ્યું કે કર્મ કર્યા વિના કોઇ માનવ ક્ષણવાર પણ રહી શકતો નથી. વળી ઉત્તમ લોકો જે કરે છે તે જોઇને બીજા એનું અનુસરણ કરે છે. એથી જ અર્જુને પોતાના સ્વધર્મનું આચરણ કરવું જોઇએ અને યુદ્ધ કર્મમાં પ્રવૃત થવું જોઇએ.

અર્જુને પૂછેલ એક અન્ય પ્રશ્નના જવાબમાં ભગવાન કૃષ્ણ પાપના કારણોની ચર્ચા કરે છે. ઇચ્છા, તૃષ્ણા અને વાસના – એ ત્રણે માનવને પાપકર્મ કરવા પ્રેરે છે. પરંતુ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયથી શ્રેષ્ઠ એવી આત્મશક્તિની મદદથી કામરૂપી શત્રુનો નાશ શક્ય છે એમ ભગવાન જણાવે છે.

Explore verses from Chapter 03 of Bhagavad Gita along with mp3 audio in Sanskrit.
==============

अर्जुन उवाच
અર્જુન કહે છેઃ
Arjuna Uvacha

ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन ।
तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव ॥३-१॥

jyayasi cheta karmanaste mata budhih janardana
tat kim karmani ghore mam niyojayasi keshava

કર્મથકી જો શ્રેષ્ઠ હો પ્રભો, ખરેખર જ્ઞાન
યુધ્ધકર્મમાં કેમ તો ખેંચો મારું ધ્યાન ?
*
व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे ।
तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् ॥३-२॥

vyamishrenev vakyena buddhim mohayaseeve me
tadekam vad nishchitya yena shreyoahmapnuyam

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છેઃ
Shri bhagavan uvacha

लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ ।
ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् ॥३-३॥

loke asmin dvividha nistha pura prokta maya anagha
gyanyogena sankhyanam karmyogena yoginam

જ્ઞાની ને યોગી તણા આ સંસારે બે,
જુદા જુદા માર્ગો કહ્યા શ્રેયતણાં છે મેં.
*
न कर्मणामनारम्भान्नैष्कर्म्यं पुरुषोऽश्नुते ।
न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति ॥३-४॥

na karmnam anarambhata naishkarmyam purushah ashrute
na cha sanyasanadeva siddhim samadhigachhati

કર્મ કરે જ મનુષ્ય ના, તો ના ઉત્તમ થાય,
છોડી દે જો કર્મને તોયે ના સુખ થાય.
*
न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् ।
कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः ॥३-५॥

na hi kaschkshana api jatu tishathati akarmkrit
karyate hi avashaha karma sarvaha prakitijaih gunaih

કર્મ કર્યા વિણ ના રહે કોઈ યે ક્ષણવાર,
સ્વભાવથી માનવ કરે કર્મ હજારોવાર. ॥૫॥

Meaning
अर्जुन बोले
हे जनार्दन, अगर आप ज्ञान को कर्म से श्रेष्ठ मानते हैं तो फिर मुझे इस घोर कर्म करने के लिए क्यों  प्रेरित कर रहे हैं ? आपके वचनों से मेरी बुद्धि उलझन में पड रही है । इसलिये मुझे वह एक रस्ता बताईये जो निश्चित प्रकार से मेरे लिये कल्याणकारक हो ।
श्री भगवान बोले
हे निष्पाप, इस लोक में श्रेय प्राप्ति हेतु मैने दो प्रकार के मार्ग बताये – ज्ञान योग और और कर्म योग । उनमें से सांख्ययोगीओं की निष्ठा ज्ञानयोग से तथा योगीओं की निष्ठा कर्मयोग से होती है । निष्कर्मता को प्राप्त करने के लिए भी कर्म का अनुष्ठान आवश्यक है । कर्मो का केवल त्याग करने से कोई सिद्धि प्राप्त नहीं होती है । कोई भी व्यक्ति कर्म किये बिना एक क्षण के लिये नहीं रह सकता; क्योंकि प्रकृति के गुणों से विवश होकर प्राणी मात्र कर्म करने के लिए बाध्य होते है ।
*
અર્જુન કહે છે,
હે જનાર્દન, જો તમે જ્ઞાનને કર્મ કરતાં વધુ શ્રેષ્ઠ માનતા હો તો મને આ યુદ્ધ કર્મમાં શા પ્રવૃત કરી રહ્યા છો ? તમારા વચનોથી મારી બુદ્ધિ સંભ્રમિત થઈ રહી છે. કૃપા કરીને મને એ માર્ગ બતાવો જે નિશ્ચિત રીતે મારા માટે કલ્યાણકારક હોય.
શ્રી ભગવાન કહે છે,
હે નિષ્પાપ, આ જગમાં શ્રેયપ્રાપ્તિના બે જુદા જુદા માર્ગો – જ્ઞાન યોગ અને કર્મ યોગ મેં તને બતાવ્યાં. સાંખ્યયોગીઓને જ્ઞાનનો માર્ગ પસંદ પડે છે જ્યારે યોગીઓને કર્મનો માર્ગ. નિષ્કર્મતા પ્રાપ્ત કરવા માટે પણ કર્મનું અનુષ્ઠાન તો કરવું જ પડે છે. કેવળ કર્મોનો ત્યાગ કરવાથી કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતું નથી. કર્મ કર્યા વગર કોઈ દેહધારી ક્ષણ માટે પણ રહી શકતો નથી. કારણ કે પ્રકૃતિના ગુણોથી વિવશ થઈને પ્રાણીમાત્ર કર્મ કરવા માટે બાધ્ય થાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *