Chapter 05, Verse 01-05 (કર્મસંન્યાસ યોગ)
By-Gujju10-05-2023
Chapter 05, Verse 01-05 (કર્મસંન્યાસ યોગ)
By Gujju10-05-2023
Karma-Sanyas Yog
Two seemingly opposite terms – Karma and renunciation are discussed in this chapter and a middle path is suggested. Lord Krishna says that one should continue to perform actions with detachment and need to renounce its fruits. Thereby, one will perform action but will remain free from its effects.
અધ્યાય પાંચમો : કર્મસંન્યાસ યોગ
ગીતાના ચોથા અધ્યાયમાં કર્મત્યાગના મહિમાને સાંભળી અર્જુનના મનમાં નવી શંકાનો ઉદય થાય છે કે જો કર્મ કરતાં કર્મનો ત્યાગ ઉત્તમ હોય તો પછી ભગવાન કર્મમાં પ્રવૃત થવાની વાત શા માટે કરે છે ?
આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કર્મ કેવી રીતે કરવા તે વિશેનું માર્ગદર્શન આપે છે. ભગવાન કહે છે કે કર્મ તો કરવું પરંતુ કર્મફળની આશાથી રહિત થઇને કરવું. એમ કરવાથી કર્મ માનવને બાંધશે નહી. જ્ઞાનીઓ ફળની ઇચ્છા છોડીને કર્મ કરે છે જ્યારે અજ્ઞાની લોકો ફળમાં જ બદ્ધ બની જાય છે.
ભગવાન એક બીજી અગત્યની વાત જણાવે છે કે સ્પર્શજન્ય બધા ભોગો અંતે દુઃખ આપતા હોવાથી જ્ઞાનીએ એમાં ફસાવુ નહીં. જે માનવ દેહત્યાગ પહેલાં કામ ક્રોધના વેગોને સહન કરી તેની ઉપર વિજય મેળવે છે તે સુખી થાય છે અને મુક્તિને મેળવે છે. ભગવાને એ રીતે સંયમના મહિમાને ગાયો છે.
Explore verses from Chapter 05 of Bhagavad Gita alongwith mp3 audio in Sanskrit.
===================
अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna uvacha
संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि ।
यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् ॥५-१॥
sanyasam karmanam krishna punah yogam cha shansati
yat shreyah etayoh ekam tanme bruhi sunishchitam
વખાણો તમે કર્મને તેમ જ કર્મત્યાગ,
બંનેમાં જે શ્રેષ્ઠ હો, કહો તે મને માર્ગ.
ત્યાગ સાચો કે સંન્યાસ
श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagavan uvacha
संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ ।
तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते ॥५-२॥
sanyasah karmayogah cha ninshreyaskarau ubhau
tayostu karma sanyasat karma yogo vishisyate
gyeyah sah ritya sanyasi yo na dvesti na kankshati
nirdvanduo hi mahabaho sukham bandhat pramuchyate
જેનામાં ના વેર છે, તેને ત્યાગી માન,
આશા તૃષ્ણા છે નહીં તે સંન્યાસી જાણ.
દ્વંદ્વથકી છૂટી શકે તે મુક્તિ પામે,
સહજ શાંતિ તેને મળે, દુઃખ વળી વામે
*
सांख्ययोगौ पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः ।
एकमप्यास्थितः सम्यगुभयोर्विन्दते फलम् ॥५-४॥
sankhya yogau prithaka balah pravadanti na panditah
ekam api asthitah samyak ubhayoh vindate phalam
જ્ઞાનકર્મને પંડિતો ગણે નહીં અળગાં,
ફળ બંનેના એક છે, અજ્ઞ ગણે અળગાં.
*
यत्सांख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते ।
एकं सांख्यं च योगं च यः पश्यति स पश्यति ॥५-५॥
સાંખ્યથી સાંપડતું સ્થાન યોગથી પણ સાંપડી શકે છે. એટલા માટે સાંખ્ય ને યોગને એક જુએ છે તે યથાર્થ જુએ છે.
yat sankhai prapyate sthanam tat yogaih api gamyate
ekam samkhayam cha yogam chayah pashyati sah pashyanti
મળે જ્ઞાનથી સ્થાન તે કર્મ થકીય મળે,
તેથી તેમાં ના કદી જ્ઞાની ભેદ કરે.