Friday, 18 October, 2024

Chapter 06, Verse 01-05 (આત્મસંયમ યોગ)

244 Views
Share :
Chapter 06, Verse 01-05

Chapter 06, Verse 01-05 (આત્મસંયમ યોગ)

244 Views

Atmasanyam Yog
 
In this chapter Lord Krishna give details about performing yoga. It answers common questions like where and how and in which posture should a spiritual aspirant sit and perform yoga, what kind of life should one lead etc. Spiritual aspirants would gain an invaluable insight from these sayings.

Arjuna raises a doubt that it is difficult to control mind and senses to which Lord Krishna replies that it is difficult but not impossible. Arjuna has one more doubt: What happens when an aspirant dies without reaching his ultimate goal? Lord Krishna says that nothing goes in vain. In the next birth, one marches forward from where he or she has left.
 
અધ્યાય છઠ્ઠો : આત્મસંયમ યોગ
 
ભગવાન કહે છે કે જે ફળની આશાને છોડીને કર્મ કરે છે તે જ ખરો સંન્યાસી છે અને તે જ ખરો યોગી પણ. આવા યોગીને મન પત્થર કે સોનું – બધું જ સરખું હોય છે.

આત્મસંયમયોગમાં સાધકોને ધ્યાનની ચોક્કસ સમજ આપવામાં આવી છે. સાધકે કેવા સ્થાનમાં, કેવા આસન પર, કેવી રીતે બેસવું તથા કેવી પ્રક્રિયાનો આધાર લેવો જોઇએ કે જેથી મન પર કાબુ પ્રસ્થાપી શકાય એ વિશેની વિશદ છણાવટ કરવામાં આવી છે.  આત્મસંયમયોગના સાધક માટે અતિ ઉજાગરા કે અતિ આહાર વર્જ્ય છે. ગીતા મધ્યમ માર્ગનું પ્રતિપાદન કરે છે.

મનના સંયમની વાતને અર્જુને યોગ્ય રીતે જ દુષ્કર બતાવી જણાવ્યું કે મન તો વાયુ જેવું અતિ ચંચલ અને બલવાન છે. તેનો કાબૂ કરવો અતિ કઠિન છે. એના પ્રત્યુત્તરમાં ભગવાને જણાવ્યું કે પ્રયત્ન અને વૈરાગ્ય – એ બે સાધનની મદદથી મન પર વિજય પ્રાપ્ત કરી શકાય છે.

યોગમાર્ગની અધૂરી સાધનાવાળા સાધકની શી દશા થાય છે એવા અર્જુનના પ્રશ્નના અનુસંધાનમાં ભગવાન જણાવે છે આવો સાધક ફરી પુણ્યવાન ઘરોમાં જન્મીને પોતાની અધૂરી રહેલી સાધનાને આગળ ધપાવે છે. કરેલી સાધના કદીપણ નકામી જતી નથી.  

Explore verses from Chapter 06 of Bhagavad Gita alongwith mp3 audio in Gujarati by Ashit & Hema Desai from album Saral Gita.

===============

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagavana uvacha

अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः ।
स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ॥६-१॥

જે કર્મફળનો આશ્રય લેતો નથી, તથા કાર્ય-કર્મ કરે છે તે જ સંન્યાસી તથા યોગ છે.

anashritah karma phalam karyam karma karoti yah
sah sanyasi cha yogi cha na niragnih ha cha akriyah

ફલનો આશ્રય છોડતાં, કર્મ કરે છે જે,
સંન્યાસી તે છે ખરો, યોગીજન પણ તે.

અગ્નિને અડકે નહીં, કર્મ કરે ના તોય,
માયા મમતા હોય તો ત્યાગી થાય ન કોય.
*
यं संन्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव ।
न ह्यसंन्यस्तसंकल्पो योगी भवति कश्चन ॥६-२॥

જે સંન્યાસ કહેવાય છે તે જ યોગ છે. સંકલ્પનો સંન્યાસ ના થાય ત્યાં સુધી કોઈ યોગી થઈ શકતો નથી.

yam sanyasam iti prahuh yogam tam viddhi pandava
nahi chsanyastasan kalpah yogi bhavati kashechana

યોગના વિશાળ વૃક્ષ પર ચઢવા માગનારા મુનિને માટે કર્મ કારણ કહેવાય છે. યોગરૂઢ થનારાને માટે શમ કારણ કહેવાય છે.

arurukshoh muneh yogam karma karnam uchyate
yogarudhasya tasya eva shamah karanam uchyate

યોગ-સાધના કાજ તો સાધન કર્મ મનાય,
શમના સાધનથી પછી યોગરૂઢ થવાય.
*
यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते ।
सर्वसंकल्पसंन्यासी योगारूढस्तदोच्यते ॥६-४॥

જ્યારે ઈન્દ્રિયોના વિષયોમાં અને કર્મમાં આસક્તિ નથી થતી તથા સર્વ સંકલ્પનો સંન્યાસ થાય છે ત્યારે યોગી યોગારૂઢ ગણાય છે.

yada hi na indriyarthesha na karmasu anusajjate
sarvasankalpa sanyasin yogarudhah tada uchyate

ઈન્દ્રિયોના વિષયની મમતા છૂટી જાય,
સંકલ્પ મટે તે પછી યોગારૂઢ ગણાય.
*
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥६-५॥

udharet atmana atmanama na atmanam avasadayeta
atma eva hi atmanah bandhuh atma eva ripuh atmanah.

કરવું પતન ન જાતનું, કરવો નિત ઉધ્ધાર,
પોતે શત્રુ, મિત્ર ને પોતાનો રખવાળ. ॥૫॥

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *