Monday, 23 December, 2024

Bharat – a great character

155 Views
Share :
Bharat – a great character

Bharat – a great character

155 Views

भरत चरित्र की महिमा 
 
पुलक गात हियँ सिय रघुबीरू । जीह नामु जप लोचन नीरू ॥
लखन राम सिय कानन बसहीं । भरतु भवन बसि तप तनु कसहीं ॥१॥
 
दोउ दिसि समुझि कहत सबु लोगू । सब बिधि भरत सराहन जोगू ॥
सुनि ब्रत नेम साधु सकुचाहीं । देखि दसा मुनिराज लजाहीं ॥२॥
 
परम पुनीत भरत आचरनू । मधुर मंजु मुद मंगल करनू ॥
हरन कठिन कलि कलुष कलेसू । महामोह निसि दलन दिनेसू ॥३॥
 
पाप पुंज कुंजर मृगराजू । समन सकल संताप समाजू ॥
जन रंजन भंजन भव भारू । राम सनेह सुधाकर सारू ॥४॥
 
(छंद)
सिय राम प्रेम पियूष पूरन होत जनमु न भरत को ।
मुनि मन अगम जम नियम सम दम बिषम ब्रत आचरत को ॥
दुख दाह दारिद दंभ दूषन सुजस मिस अपहरत को ।
कलिकाल तुलसी से सठन्हि हठि राम सनमुख करत को ॥
 
(सोरठा)
भरत चरित करि नेमु तुलसी जो सादर सुनहिं ।
सीय राम पद पेमु अवसि होइ भव रस बिरति ॥ ३२६ ॥
 
॥ मासपारायण, इक्कीसवाँ विश्राम ॥
 इति श्रीमद्रामचरितमानसे सकलकलिकलुषविध्वंसने द्वितीयः सोपानः समाप्तः ।
॥ अयोध्याकाण्ड समाप्त ॥
 
ભરત ચરિત્રનો મહિમા
 
(દોહરો)
પુલક તને, હૃદયે રહે કેવળ સીતારામ,
જપે નામને જીભ ને આંખે જળ અભિરામ.
 
રામ અનુજ સીતા વસે વનમાં; ભરત કસે
કાયાને તપથી સદા; ભવને શાંત વસે.
*
બંને તરફ વિચારી લોક કહેતા ભરત પ્રશંસાજોગ;
વ્રતનિયમે મુનિ સંકોચાય, લાજે દશા થકી ઋષિરાય.
 
ભરતઆચરણ પરમપવિત્ર મધુર મંજુ મંગલપ્રદ સિદ્ધ;
હરનાર કઠિન કલિ અઘ કલેશ, મહા મોહતમ દલન દિનેશ.
 
પાપપુંજ કુંજર મૃગરાજ, શમન સકળ સંતાપ સમાજ;
જનરંજન ભંજન ભવભાર, રઘુવરસ્નેહ સુધાકર સાર.
 
(છંદ)
સિયરામ પ્રેમપિયૂષ પૂરણ જન્મ હોત ન ભરતનો,
મુનિ મન અગમ યમ નિયમ શમ દમ વિષમ વ્રત આચરત કો ?
દુઃખ દાહ દંભ સુદૈન્ય દૂષણ સુયશથી પરહરત કો ?
કલિમાં હઠે તુલસીસમા શઠ રામ સન્મુખ કરત કો ?
 
(દોહરો)
ભરતચરિતને નિયમથી સાદર સુણશે જે
પ્રેમ રામસીતાપદે કરશે અવશ્ય એ.
 
ભવરસથી વિષયોથકી એને વિરતિ થશે,
એના શો કૃતકૃત્ય ના જગમાં અન્ય હશે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *