भरत ने श्रीराम से प्रश्न किया
सनकादिक बिधि लोक सिधाए । भ्रातन्ह राम चरन सिरु नाए ॥
पूछत प्रभुहि सकल सकुचाहीं । चितवहिं सब मारुतसुत पाहीं ॥१॥
सुनि चहहिं प्रभु मुख कै बानी । जो सुनि होइ सकल भ्रम हानी ॥
अंतरजामी प्रभु सभ जाना । बूझत कहहु काह हनुमाना ॥२॥
जोरि पानि कह तब हनुमंता । सुनहु दीनदयाल भगवंता ॥
नाथ भरत कछु पूँछन चहहीं । प्रस्न करत मन सकुचत अहहीं ॥३॥
तुम्ह जानहु कपि मोर सुभाऊ । भरतहि मोहि कछु अंतर काऊ ॥
सुनि प्रभु बचन भरत गहे चरना । सुनहु नाथ प्रनतारति हरना ॥४॥
(दोहा)
नाथ न मोहि संदेह कछु सपनेहुँ सोक न मोह ।
केवल कृपा तुम्हारिहि कृपानंद संदोह ॥ ३६ ॥
ભરત શ્રીરામને પ્રશ્ન પુછે છે
(દોહરો)
રામને કર્યા બંઘુએ પ્રેમે પછી પ્રણામ,
પ્રશ્ન પૂછવા ચાહતા કિન્તુ હાર્યા હામ.
પ્રભુમુખની વાણી સુણી કરવા ભ્રમનો નાશ,
ભરતે માગી મદદને હનુમંત તણી ખાસ.
બોલ્યા પ્રભુ, મુજમાં તથા ભરતમાં નથી ભેદ;
ભરતે રામચરણ તરત પકડયાં છોડી ખેદ.
કહ્યું, નાથ સંદેહ ના સ્વપ્ને શોક ન મોહ;
કૃપા આપીને એ બધી કૃપાનંદ સંદોહ !