Sunday, 22 December, 2024

Bharat circumambulate Chitrakoot

139 Views
Share :
Bharat circumambulate Chitrakoot

Bharat circumambulate Chitrakoot

139 Views

भरत ने चित्रकूट की प्रदक्षिणा की 
 
कहत धरम इतिहास सप्रीती । भयउ भोरु निसि सो सुख बीती ॥
नित्य निबाहि भरत दोउ भाई । राम अत्रि गुर आयसु पाई ॥१॥
 
सहित समाज साज सब सादें । चले राम बन अटन पयादें ॥
कोमल चरन चलत बिनु पनहीं । भइ मृदु भूमि सकुचि मन मनहीं ॥२॥
 
कुस कंटक काँकरीं कुराईं । कटुक कठोर कुबस्तु दुराईं ॥
महि मंजुल मृदु मारग कीन्हे । बहत समीर त्रिबिध सुख लीन्हे ॥३॥
 
सुमन बरषि सुर घन करि छाहीं । बिटप फूलि फलि तृन मृदुताहीं ॥
मृग बिलोकि खग बोलि सुबानी । सेवहिं सकल राम प्रिय जानी ॥४॥
 
(दोहा)  
सुलभ सिद्धि सब प्राकृतहु राम कहत जमुहात ।
राम प्रान प्रिय भरत कहुँ यह न होइ बड़ि बात ॥ ३११ ॥
 
ભરત ચિત્રકૂટની પ્રદક્ષિણા કરે છે
 
(દોહરો)
ધર્મતણા ઇતિહાસની કહેતાં કથા રસાળ
સુખથી વીતી રાત તે, થયું પ્રસન્ન સવાર.
 
રામ અત્રિ ગુરુદેવની સંમતિને પામી
ભરત તથા શત્રુઘ્ન સૌ નિત્ય ક્રિયામાંથી
 
પરવારી, સૌ સાથમાં સાદા સજતાં સાજ,
પગપાળા ચાલ્યા વને પ્રદક્ષિણાને કાજ.
 
પદત્રાણ વિના ચાલતાં મૃદુ ચરણો જોઇ
ભૂમિ બની સંકોચથી મૃદુ જડતા ખોઇ.
 
કુશ કંટક કંકરસમા પદાર્થ તીક્ષ્ણ કઠોર
છુપાવીને ભૂમિએ માર્ગ કર્યો મૃદુ ઓર.
 
ત્રિવિધ વાયુ સુખપ્રદ વળી વાવા લાગ્યો ત્યાં.
દેવોએ મધુ સુમનને વરસાવ્યાં પથમાં.
 
ઘન છાયાથી, વૃક્ષ સૌ ફૂલી તેમ ફળી,
તૃણ મૃદુતાથી નીરખતાં પશુ, ખગ મધુર વદી,
 
સર્વ ભરતને રામના અતિશય પ્રિય જાણી
કરી રહ્યાં સેવા સુખે પ્રેમાસ્પદ માની.
 
બગાસું ખાતાં રામનું પ્રાકૃત જન લે નામ,
સર્વ સિદ્ધિ તો મેળવે ને પામે આરામ.
 
રામ પ્રાણપ્રિય ભરતને માટે તો શી વાત,
એમાં વિસ્મય લેશ ના ધન્ય થાય જો જાત.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *