Monday, 23 December, 2024

Bharat reach Chitrakoot

148 Views
Share :
Bharat reach Chitrakoot

Bharat reach Chitrakoot

148 Views

भरत चित्रकूट पहूँचे
 
मंगल सगुन होहिं सब काहू । फरकहिं सुखद बिलोचन बाहू ॥
भरतहि सहित समाज उछाहू । मिलिहहिं रामु मिटहि दुख दाहू ॥१॥
 
करत मनोरथ जस जियँ जाके । जाहिं सनेह सुराँ सब छाके ॥
सिथिल अंग पग मग डगि डोलहिं । बिहबल बचन पेम बस बोलहिं ॥२॥
 
रामसखाँ तेहि समय देखावा । सैल सिरोमनि सहज सुहावा ॥
जासु समीप सरित पय तीरा । सीय समेत बसहिं दोउ बीरा ॥३॥
 
देखि करहिं सब दंड प्रनामा । कहि जय जानकि जीवन रामा ॥
प्रेम मगन अस राज समाजू । जनु फिरि अवध चले रघुराजू ॥४॥
 
(दोहा)  
भरत प्रेमु तेहि समय जस तस कहि सकइ न सेषु ।
कबिहिं अगम जिमि ब्रह्मसुखु अह मम मलिन जनेषु ॥ २२५ ॥
 
ભરત ચિત્રકૂટ પહોંચે છે
 
(દોહરો)
શુભ શકુનો સૌને થયા સુખદ બાહુ ને આંખ
ફરક્યાં; હર્ષિત ભરતની સાથે થયો સમાજ.
 
રામમિલનથી દુઃખનો દાવાનળ મટશે,
કરતાં સર્વ મનોરથો, કલેશ સકળ હઠશે.
 
શિથિલ અંગ, પગ પંથમાં ડગમગતા કેવા,
સ્નેહસુરાથી મસ્ત સૌ, વદે વિકળ જેવાં.
 
ગુહે બતાવ્યો તે સમે શૈલશિરોમણિ શાંત,
સમીપ સરિતા, જ્યાં રહ્યા રામ બનીને કલાંત.
 
પર્વતને પેખી કર્યા સૌએ દંડ પ્રણામ
બોલી જયજય જાનકી જીવનધન શ્રીરામ.
 
ફરી અવધમાં આવતા જાણે રઘુવર હોય
જાણી એવું પ્રેમમાં મગ્ન બન્યા સૌ કોય.
 
ભરતસ્નેહ તે સમયનો કહી શકે ના શેષ;
અહં મમ મલિનને મળે બ્રહ્મસુખ નહીં લેશ
કવિકાજે પણ એમ છે વર્ણન અગમ હંમેશ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *