Sunday, 22 December, 2024

Bharat reach Yamuna shore

149 Views
Share :
Bharat reach Yamuna shore

Bharat reach Yamuna shore

149 Views

भरत यमुना के तीर पहूँचे
 
सत्यसंध प्रभु सुर हितकारी । भरत राम आयस अनुसारी ॥
स्वारथ बिबस बिकल तुम्ह होहू । भरत दोसु नहिं राउर मोहू ॥१॥
 
सुनि सुरबर सुरगुर बर बानी । भा प्रमोदु मन मिटी गलानी ॥
बरषि प्रसून हरषि सुरराऊ । लगे सराहन भरत सुभाऊ ॥२॥
 
एहि बिधि भरत चले मग जाहीं । दसा देखि मुनि सिद्ध सिहाहीं ॥
जबहिं रामु कहि लेहिं उसासा । उमगत पेमु मनहँ चहु पासा ॥३॥
 
द्रवहिं बचन सुनि कुलिस पषाना । पुरजन पेमु न जाइ बखाना ॥
बीच बास करि जमुनहिं आए । निरखि नीरु लोचन जल छाए ॥४॥
 
(दोहा) 
रघुबर बरन बिलोकि बर बारि समेत समाज ।
होत मगन बारिधि बिरह चढ़े बिबेक जहाज ॥ २२० ॥
 
ભરત યમુના તીરે પહોંચે છે
 
(દોહરો)
સુરહિતકારી પ્રભુ ખરે સત્યપ્રતિજ્ઞ ગણાય,
ભરત રામઆદેશને અનુસરતા જ મનાય.
 
સ્વાર્થવશ વિકળ થાવ છો વ્યર્થ સુરેશ, તમે,
એમાં દોષ ન ભરતનો; મોહ થયો તમને.
*
સુણતાં સુરગુરુકેરી વાણ ગ્લાનિ મટી હરખાયો પ્રાણ;
વરસી સુમન સુખે સુરરાય સ્તવવા લાગ્યા ભરત સ્વભાવ.
 
ચાલ્યા જતા માર્ગમાં એમ, વખાણતા મુનિસિદ્ધ સપ્રેમ;
રામ કહીને લેતા શ્વાસ પ્રેમ પ્રસારીને ચોપાસ.
 
દ્રવતા શબ્દ સુણી પાષાણ, કુલિશતણો પીગળતો પ્રાણ;
પુરજનનો પણ પ્રભુપ્રતિ પ્રેમ વર્ણવી શકે કોઈ કેમ ?
 
વચ્ચે કરતાં એક મુકામ, ભરત સ્મરી સૌ સાથે રામ,
યમુનાતટ પર શુચિ આવ્યા, જોતાં જળ અશ્રુ છવાયાં.
 
(દોહરો)
રામવર્ણના વારિને પેખી સહિત સમાજ
વિરહસિંધુમાં ડૂબતા ચઢયા વિવેકજહાજ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *