Saturday, 7 September, 2024

Bharat set sacred pot

93 Views
Share :
Bharat set sacred pot

Bharat set sacred pot

93 Views

भरत कुंभ का स्थापन करते है 
 
भरत अत्रि अनुसासन पाई । जल भाजन सब दिए चलाई ॥
सानुज आपु अत्रि मुनि साधू । सहित गए जहँ कूप अगाधू ॥१॥
 
पावन पाथ पुन्यथल राखा । प्रमुदित प्रेम अत्रि अस भाषा ॥
तात अनादि सिद्ध थल एहू । लोपेउ काल बिदित नहिं केहू ॥२॥
 
तब सेवकन्ह सरस थलु देखा । किन्ह सुजल हित कूप बिसेषा ॥
बिधि बस भयउ बिस्व उपकारू । सुगम अगम अति धरम बिचारू ॥३॥
 
भरतकूप अब कहिहहिं लोगा । अति पावन तीरथ जल जोगा ॥
प्रेम सनेम निमज्जत प्रानी । होइहहिं बिमल करम मन बानी ॥४॥
 
(दोहा) 
कहत कूप महिमा सकल गए जहाँ रघुराउ ।
अत्रि सुनायउ रघुबरहि तीरथ पुन्य प्रभाउ ॥ ३१० ॥
 
ભરત તીર્થજળથી ભરેલ કુંભનું સ્થાપન કરે છે
 
ભરતે પામી અનુશાસન રવાના કર્યા જલભાજન;
સાનુજ સાધુમુનિ સહિત આપ ગયા હતો જ્યાં કૂપ અગાધ.
 
પાવન જળ પુણ્યસ્થળે રહ્યું, મુદિત અત્રિએ પ્રેમે કહ્યું;
સિદ્ધ સ્થાન આ અનાદિ તાત, લુપ્ત થયેલ હતું અજ્ઞાત.
 
સ્થાન નિહાળી સરસ રસાળ કૂપ કર્યો દાસે તૈયાર;
વિધિવશ થયો વિશ્વ ઉપકાર સુગમ અગમ અતિ ધર્મવિચાર.
 
ભરતકૂપ હવે કહેશે લોક તીર્થજલે શુચિ થતાં અશોક;
નિયમસહિત ન્હાતાં સપ્રેમ થશે વિમળ જન મન ક્રમ વેણ.
 
(દોહરો)
કહેતાં મહિમા કૂપનો, પહોંચ્યા રઘુપતિ પાસ;
કહ્યો અત્રિએ રામને પ્રભાવ સ્થળનો ખાસ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *