Sunday, 17 November, 2024

Bharat sing Ram’s glory

131 Views
Share :
Bharat sing Ram’s glory

Bharat sing Ram’s glory

131 Views

भरत ने राम के गुणानुवाद किये
 
सुनि मुनि बचन राम रुख पाई । गुरु साहिब अनुकूल अघाई ॥
लखि अपने सिर सबु छरु भारू । कहि न सकहिं कछु करहिं बिचारू ॥१॥
 
पुलकि सरीर सभाँ भए ठाढें । नीरज नयन नेह जल बाढ़ें ॥
कहब मोर मुनिनाथ निबाहा । एहि तें अधिक कहौं मैं काहा ॥२॥
 
मैं जानउँ निज नाथ सुभाऊ । अपराधिहु पर कोह न काऊ ॥
मो पर कृपा सनेह बिसेषी । खेलत खुनिस न कबहूँ देखी ॥ ३॥
 
सिसुपन तेम परिहरेउँ न संगू । कबहुँ न कीन्ह मोर मन भंगू ॥
मैं प्रभु कृपा रीति जियँ जोही । हारेहुँ खेल जितावहिं मोही ॥४॥
 
(दोहा)   
महूँ सनेह सकोच बस सनमुख कही न बैन ।
दरसन तृपित न आजु लगि पेम पिआसे नैन ॥ २६० ॥
 
ભરત રામના ગુણ ગાય છે
 
(દોહરો)
મુનિશબ્દ સુણી રામની ઇચ્છાને જાણી,
અનુકૂળ ગણી ઉભયને, ભાર શિરે માની;
 
પુલકિત તન ઊભા થયા ભરત સભામાં ત્યાં,
બોલ્યા પ્રેમાશ્રુ ભરી લોચન પંકજમાં.
 
કથન કહ્યું મુજ મુનિવરે, અધિક કહું શું હું,
નિજ નાથતણો પૂર્ણ હું સ્વભાવ જાણું છું.
 
અપરાધી પર ના કરે સ્વપ્ને ક્રોધ કદી,
કૃપાસ્નેહની વરસતી મારી ઉપર ઝડી.
 
ખેલકૂદમાંયે કદી રીસ નથી જોઇ,
રીત કૃપાની એમની જાણે જન કોઇ.
*
શૈશવથી છોડયો ના સંગ, કર્યો કદી ના મુજ મનભંગ;
થઇ હોય મુજ રમતે હાર, પ્રભુ જીતાડતા તો તત્કાળ.
 
(દોહરો)
સ્નેહ તથા સંકોચવશ મેં પણ કહ્યું ન વેણ;
દર્શનતૃપ્ત થયાં ન હજુ પ્રેમે તરસ્યાં નેન.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *