Thursday, 14 November, 2024

Bharat stay away from luxary

139 Views
Share :
Bharat stay away from luxary

Bharat stay away from luxary

139 Views

भरत ने भोगपदार्थ ग्रहण नहीं किये
 
मुनि प्रभाउ जब भरत बिलोका । सब लघु लगे लोकपति लोका ॥
सुख समाजु नहिं जाइ बखानी । देखत बिरति बिसारहीं ग्यानी ॥१॥
 
आसन सयन सुबसन बिताना । बन बाटिका बिहग मृग नाना ॥
सुरभि फूल फल अमिअ समाना । बिमल जलासय बिबिध बिधाना ॥२॥
 
असन पान सुच अमिअ अमी से । देखि लोग सकुचात जमी से ॥
सुर सुरभी सुरतरु सबही कें । लखि अभिलाषु सुरेस सची कें ॥३॥
 
रितु बसंत बह त्रिबिध बयारी । सब कहँ सुलभ पदारथ चारी ॥
स्त्रक चंदन बनितादिक भोगा । देखि हरष बिसमय बस लोगा ॥४॥
 
(दोहा)   
संपत चकई भरतु चक मुनि आयस खेलवार ।
तेहि निसि आश्रम पिंजराँ राखे भा भिनुसार ॥ २१५ ॥
 
ભરત આતિથ્ય ભોગોથી દુર રહે છે
 
(દોહરો)
તપપ્રભાવથી મુનિવરે વૈભવ રચ્યો રસાળ,
લોકપાલના લોક ત્યાં લાગ્યા તુચ્છ અસાર.
 
સુખસામગ્રી વર્ણવી વાણીથી ન શકાય,
જ્ઞાનીજન પણ વિરતિને જોતાં વિસરી જાય.
*
આસન શયન સુવસન વિતાન, વનવાટિકા વિહગ પશુ આન,
સુરભિ ફૂલ ફળ અમૃત સમાન, વિવિધ જલાશય વિવિધ વિધાન;
 
ખાનપાન શુચિ અમૃત જેમ દેખી મોહે જન ના કેમ,
કામધેનુ સુરતરુ સૌ પાસ, શચી ઇન્દ્ર લલચાયે ખાસ.
 
ઋતુ વસંતનો  પવન રસાળ, ચાર પદાર્થ સુલભ તે કાળ;
ચંદનમાળા વનિતાભોગ દેખી પામ્યા વિસ્મય લોક.
 
(દોહરો)
સંપદ ચકવી ભરત ને ચક્રવાક એ રાત
આશ્રમ પીંજરમાં રહ્યાં કરતા લેશ ન વાત.
 
ભરતે સ્પર્શ કર્યો નહીં ભોગોતણો જરાય,
મુનિઆજ્ઞા હોવા છતાં મોહ થયો ન કદાચ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *