भरत का अदभुत व्यक्तित्व
कृपासिंधु लखि लोग दुखारे । निज सनेहँ सुरपति छल भारे ॥
सभा राउ गुर महिसुर मंत्री । भरत भगति सब कै मति जंत्री ॥१॥
रामहि चितवत चित्र लिखे से । सकुचत बोलत बचन सिखे से ॥
भरत प्रीति नति बिनय बड़ाई । सुनत सुखद बरनत कठिनाई ॥२॥
जासु बिलोकि भगति लवलेसू । प्रेम मगन मुनिगन मिथिलेसू ॥
महिमा तासु कहै किमि तुलसी । भगति सुभायँ सुमति हियँ हुलसी ॥३॥
आपु छोटि महिमा बड़ि जानी । कबिकुल कानि मानि सकुचानी ॥
कहि न सकति गुन रुचि अधिकाई । मति गति बाल बचन की नाई ॥४॥
(दोहा)
भरत बिमल जसु बिमल बिधु सुमति चकोरकुमारि ।
उदित बिमल जन हृदय नभ एकटक रही निहारि ॥ ३०३ ॥
ભરતના વ્યક્તિત્વની મહાનતા
(દોહરો)
કૃપાસિંધુએ જોયું કે દુઃખી છે સૌ લોક,
સુરપતિ છળથી સ્નેહથી વળી અનુભવે શોક.
સભા જનક ગુરુ દ્વિજ તથા મંત્રીની મતિને
મુગ્ધ કરેલી ભરતની અનન્ય ભક્તિએ.
ચિત્રાંકિત સર્વે રહ્યા રામ તરફ જોઇ,
શીખવેલાં વચનો વદ્યા સંકોચે કોઇ.
નીતિ ભરતની નમ્રતા મોટાઇ ને પ્રીત
સુખદ હતી વર્ણનતણી છતાં સરળ ના રીત.
*
જેની ભક્તિતણો જોતાં લેશ ડૂબ્યા પ્રેમમાં મુનિ મિથિલેશ,
મહિમા એમનો કહી શકું કેમ; સુમતિ જાગી ઉરમાં પેખી પ્રેમ.
સુમતિ પોતાને નાની ગણીને, મહિમા ભરતનો વધુ સમજીને,
માની મર્યાદા કવિકુળકેરી પામી સંકોચ સહેજે અનેરી.
રુચિ ગુણમાં અધિક એણે રાખી તોય લેશ શકી નહીં ભાખી;
બની બાળવચન જેવી એ તો, એને શક્તિ નવીન ધરે કો ?
(દોહરો)
ભરત વિમળ યશચંદ્ર છે, કવિની બુદ્ધિ ચકોર,
નિર્મળ ઉરનભમાં જુએ પ્રગટયો નજરે ઓર.