Sunday, 22 December, 2024

Caucus reach Ayodhya, Janak leave for Mithila

133 Views
Share :
Caucus reach Ayodhya, Janak leave for Mithila

Caucus reach Ayodhya, Janak leave for Mithila

133 Views

सब अवध पहूँचे, महाराजा जनक मिथिला चले 
 
मुनि महिसुर गुर भरत भुआलू । राम बिरहँ सबु साजु बिहालू ॥
प्रभु गुन ग्राम गनत मन माहीं । सब चुपचाप चले मग जाहीं ॥१॥
 
जमुना उतरि पार सबु भयऊ । सो बासरु बिनु भोजन गयऊ ॥
उतरि देवसरि दूसर बासू । रामसखाँ सब कीन्ह सुपासू ॥२॥
 
सई उतरि गोमतीं नहाए । चौथें दिवस अवधपुर आए ॥
जनकु रहे पुर बासर चारी । राज काज सब साज सँभारी ॥३॥
 
सौंपि सचिव गुर भरतहि राजू । तेरहुति चले साजि सबु साजू ॥
नगर नारि नर गुर सिख मानी । बसे सुखेन राम रजधानी ॥४॥
 
(दोहा)  
राम दरस लगि लोग सब करत नेम उपबास ।
तजि तजि भूषन भोग सुख जिअत अवधि कीं आस ॥ ३२२ ॥
 
સૌ અયોધ્યા પહોંચે છે, રાજા જનક મિથિલા જાય છે
 
(દોહરો)
દ્વિજ મુનિ ગુરુ રાજા ભરત સાથે સર્વ સમાજ
રામવિરહ વ્યાકુળ બની માર્ગે વિના અવાજ
 
પ્રભુના મહિમાને સ્મરી પામી શક્તિ અપાર
ચાલ્યા જતા; પ્રથમ દિને પહોંચ્યા યમુના પાર.
 
એ દિન અન્ન વિના ગયો, ગંગા પાર કરી
બીજા દિવસે; ગુહ રહ્યો સગવડ હર્ષ ધરી.
 
સઇ નદીને ઊતરી કર્યું ગોમતીસ્નાન,
ચોથે દિવસે અવધમાં આવ્યાં હર્ષિત પ્રાણ.
 
રહી ચાર દિન જનક ત્યાં રાજકાજ સૌ સાજ
સંભાળીને, સચિવ ગુરુ ભરતને દઇ રાજ
 
ગયા જનકપુર; નગરમાં સઘળાંયે નરનાર
માની ગુરુની શીખને સુખથી રહ્યાં અપાર.
 
રામમિલન માટે કરી નિયમો ને ઉપવાસ
ભૂષણભોગ તજી રહ્યા ટકી અવધિની આશ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *