Chapter 01, Verse 41-45
By-Gujju10-04-2023
Chapter 01, Verse 41-45
By Gujju10-04-2023
अधर्माभिभवात्कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः ।
स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसंकरः ॥१-४१॥
adharmabhibhavat krishna pradushyanti kulstriyaha
strishu dushtasu varshneya jayate varnashankaraha
કુલની સ્ત્રીમાં આવતો અધર્મથી તો દોષ,
સંકર સંતાનો તણો તેથી થાયે કોષ.
*
संकरो नरकायैव कुलघ्नानां कुलस्य च ।
पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः ॥१-४२॥
Sankaro narkayaiva Kulghnanam kulashya cha
Patanti pitaro hyesham lupta pindodaka kriyaha
doshairetaihai kulghnanam varnashankar karkaihi
utsadyante jatirdharmaha kuldharmascha shashvataha
કુલિન સંકર લોકના દોષોથી નાસે
જાતિકુલતણા ધર્મ ને દુઃખ સદા વાસે.
*
उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन ।
नरकेऽनियतं वासो भवतीत्यनुशुश्रुम ॥१-४४॥
utsannakuladharmanam manushyanam janardana
narakeniyatam vaso bhavatityanushushram
ધર્મભ્રષ્ટનો નરકમાં સદા થાય છે વાસ,
એમ સાંભળ્યું છે અમે ઉત્તમ જનથી ખાસ.
*
अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम् ।
यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः ॥१-४५॥
aho bata mahatpapam kartum vyavasita vayam
yad rajya sukha lobhena hantum svajanamudhyatah
મળ્યા રાજ્યના લોભથી સ્વજનોને હણવા,
પાપ કર્મ તે તો ખરે, મળ્યા અમે કરવા.
Meaning
अधर्म फैलने पर, हे कृष्ण, कुल की स्त्रियाँ में दोष आता है । और हे वार्ष्णेय, एसा होने पर वर्ण धर्म नष्ट हो जाता है । वर्ण धर्म के पालन न होने से कुलघाती वर्णसंकर संताने होती है, जो श्राद्ध कर्म आदि का पालन नहीं करती । एसा होने पर पितृ जनों की दुर्गति होती है, उनका उद्धार नहीं होता और वे नरक में स्थान पाते हैं । इस प्रकार वर्ण भ्रष्ट कुलघातियों के दोषों से सारा कुल धर्म और जाति धर्म नष्ट हो जाते हैं । हे जनार्दन, कुलधर्म भ्रष्ट हुये मनुष्यों को अनिश्चित समय तक नरक में वास करना पडता है, ऐसा हमने सुना है । अरे ! मुझे समझ में नहीं आता कि हम क्यूँ इस महापाप को करने के लिये यहाँ खडे हैं । क्यूँ हम राज्य तथा सुख के लोभ में अपने ही स्वजनों को मारने के लिये व्याकुल हैं ।
*
અધર્મ વ્યાપવાથી કુળની સ્ત્રીઓમાં દોષ આવે છે. અને હે વાષ્ણેય, એવું થવાથી વર્ણધર્મ નષ્ટ થઈ જાય છે. વર્ણધર્મનો નાશ થતાં વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય છે. એવા સંતાનો એમના પિતૃઓનું શ્રાદ્ધ વગેરે કર્મ કરતાં નથી. એથી પિતૃઓની દુર્ગતિ થાય છે. તેમનો ઉદ્ધાર ન થવાથી તેઓ નરકમાં જાય છે. કુલધર્મ અને વર્ણધર્મથી નષ્ટ થયેલ એવા મનુષ્યને અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ કરવો પડે છે, એવું મેં સાંભળ્યું છે. એથી હે કેશવ, મને સમજાતું નથી કે અમે આવું પાપકર્મ કરવા માટે શા માટે અહીં ઉપસ્થિત થયા છીએ? રાજ્ય અને સુખ મેળવવા માટે અમારા જ સ્વજનોને હણવા માટે અમે કેમ વ્યાકુળ બન્યા છીએ ?