Chapter 02, Verse 06-10
By-Gujju25-04-2023
Chapter 02, Verse 06-10
By Gujju25-04-2023
न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयुः ।
यानेव हत्वा न जिजीविषामस्तेऽवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः ॥२-६॥
na chai tad vidmah kataran no gariyo
yad va jayema yadi va no jayeyuhu
yaneva hatva na jijivisham,
te avasthitah pramukhe dhartarastraha.
કોનો વિજય થશે, અમે જાણીયે ના તે,
જેના વિના મરણ ભલું, લડવા ઊભા તે.
*
कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः ।
यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् ॥२-७॥
Karpanya doshopahat svabhavah
Prichhami tvam dharmasammudha chetah
Yachchhreyah syan nishchitam bruhi tanme,
Shishyas te ham shadhi mam tvam prapannam.
મારું મન મુંઝાયેલું કરી શકે ન વિવેક,
શિક્ષા દો સાચી મને, તૂટે ન મારો ટેક.
na hi prapashyami mamapanudyad
yachhokam uchhoshanam indriyanam,
avpya bhumavaspatnam riddham,
rajyam suranam api cha adhipatyam.
સ્વર્ગતણું યે રાજ્ય જો પૃથ્વી સાથ મળે,
દિલ હણનારો શોક ના મારો તોય ટળે.
*
संजय उवाच
સંજય કહે છેઃ
Sanjaya Uvacha
एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तप ।
न योत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णीं बभूव ह ॥२-९॥
evam uktva hrishikesham gudakeshah paramtapa
na yotsya iti govindam uktva tusnim babhuva ha.
એમ કહીને કૃષ્ણને મહાવીર અર્જુન
નહીં લડું એવું કહી ઊભો ધારી મૌન.
*
तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत ।
सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः ॥२-१०॥
tamuvacha hrishikeshah prahasanniva bharata
senayorubhayor madhye vishidantam idam vachah.
કૃષ્ણે અર્જુનને કહ્યું કરતાં સ્મિત જરી,
સાચે મિથ્યા વાતનો શોક રહ્યો તું કરી. ॥૧0॥
Meaning
हम तो यह भी नहीं जानते की युद्ध करना उचित है या नहीं और यह भी नहीं की दोनो में से बहेतर क्या है, उनका जीतना या हमारा, क्योंकि जिनको मारकर जीना हमे पसंद नहीं एसे धृतराष्ट्र के पुत्र हम से युद्ध करने के लिए खड़ें हैं । मेरा मन उलझन में डूबा हुआ है और इन हालात में मेरा क्या धर्म है, मुझे क्या करना चाहिए यह मेरी समझ में नहीं आ रहा । इसलिए हे केशव, मैं आप से पूछता हूँ, जो मेरे लिये निश्चित प्रकार से उचित और कल्याणकारक हो वह मुझे बताओ । मैं आप का शिष्य हूँ और आप की शरण में आया हूँ । सुख समृद्धि से भरी पृथ्वी तो क्या, अगर स्वर्ग का सारा साम्राज्य मुझे मिल जाय फिर भी मेरे विषाद का अन्त नहीं हो सकता ।
संजय बोले
हे राजन्, हृषिकेश को परन्तप अर्जुन, ‘मैं युद्ध नहीं करुँगा’ एसा स्पष्ट कहकर चुप हो गया । तब हे भारत, दो सेनाओं के बीच में ग्लानि और विषाद में डूबे अर्जुन को मुस्कराते हुए हृषीकेश ने यह कहा ।
*
મને તો એ પણ ખબર નથી કે યુદ્ધ કરવું જોઈએ કે નહીં અને એ પણ ખબર નથી કે એનું કેવું પરિણામ અમારે માટે યોગ્ય રહેશે – અમારી જીત કે કૌરવોની. કારણ કે જેમને મારીને અમને જીવવાની ઈચ્છા જ ન રહે એવા ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર ઊભા છે. મારું મન દ્વિધામાં છે અને આ સ્થિતિમાં મારો શું ધર્મ છે, મારે શું કરવું જોઈએ એ મારી સમજમાં નથી આવતું. એથી હે કેશવ, હું આપને પૂછું છું કે મારે માટે જે સર્વપ્રકારે યોગ્ય અને કલ્યાણકારક હોય એ માર્ગ મને બતાવો. હું આપનો શિષ્ય છું અને આપની શરણમાં આવ્યો છું. સુખ સમૃદ્ધિથી ભરેલ પૃથ્વી તો શું સ્વર્ગનું સામ્રાજ્ય પણ મને મળી જાય તો પણ મારો શોક ટળે એમ નથી.
સંજય કહે છે
હે રાજન, શ્રીકૃષ્ણને અર્જુન ‘હું યુદ્ધ નહીં કરું’ એવું સ્પષ્ટ કહી શાંત થયો. ત્યારે બંને સેનાની મધ્યમાં ગ્લાનિ અને વિષાદમાં ડૂબેલ અર્જુનને સ્મીત કરતાં હૃષિકેશે આમ કહ્યું.