Sunday, 22 December, 2024

Chapter 02, Verse 16-20

165 Views
Share :
Chapter 02, Verse 16-20

Chapter 02, Verse 16-20

165 Views

नासतो विद्यते भावो नाभावो विद्यते सतः ।
उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः ॥२-१६॥

nasato vidyate bhavo na bhavo vidyate satah
ubhayor api dristoantas tva anayos tattvadarshibhi

અસત્ય અમર કદી નથી, નથી સત્યનો નાશ,
તત્વવાન એવી ધરે શિક્ષા તેની ખાસ.
*
अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् ।
विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति ॥२-१७॥

avinashi tu tad viddhi yena sarnam idam tatam
vinashyam avyayasya sya na kaschit kartum arhati.

antavanta ime deha nityasyo aktah sharirinah
anashino aprameyasya tasmad yudhyasva bharata.

આત્માનો ના નાશ છે, થાય દેહનો નાશ,
એમ સમજ તો ના રહે, શોકતણો અવકાશ.
*
य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् ।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥२-१९॥

ya enam vetti hantaram yashchainam manyate hatam
ubhau tav na vijanito na ayam hanti na hanyate

હણેલ કે હણનાર જે આત્માને માને,
આત્મા ના મારે મરે, તે જન ના જાણે
*
न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः ।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥२-२०॥

na jayate mriyateva kadachin na ayam bhutva bhavita va na bhuyah
ajo nityah shashvato ayam purano na hanyate hanya mane sharire.

આત્મા ના જન્મે મરે, હણે નહીં ન હણાય,
નિત્ય સનાતન છે કહ્યો, અનાદિ તેમ સદાય.॥૨૦॥

Meaning
असत् शाश्वत समय तक नहीं रहता और ना ही सत् का कभी विनाश होता है । ज्ञानी पुरुष यह अच्छी तरह से समझते है ।  जो सब में बसा है, और जिससे यह संपूर्ण संसार व्याप्त है वह अविनाशी है और जो अविनाशी है उसका नाश तो किसी भी प्रकार नहीं हो सकता । यह देह तो क्षणभंगुर है, विनाशशील है, लेकिन उसमें रहनेवाली आत्मा तो अमर है ।  उसका न तो अन्त है और न ही इसको कोई मार सकता है ।  इसलिऐ हे भारत, तुम युद्ध करो । जो आत्मा को विनाशशील समझता है तथा उसे मारना चाहता है, वो नहीं जानता की आत्मा न कभी पैदा होती है और न कभी मरती है । आत्मा तो अजन्मा, अन्तहीन, शाश्वत और अमर है । शरीर का नाश होने पर भी आत्मा का नाश नहीं होता ।
*
અસત્ કદી અમર નથી રહેતું (અર્થાત્ થોડા સમય માટે ભલે અસત દૃશ્યમાન થાય પણ એ વહેલું મોડું નાશ પામે છે) જ્યારે સતનો કદાપિ નાશ નથી થતો (અર્થાત્ થોડા સમય માટે એવું લાગે કે તેનો લોપ થયો છે પણ તે કાયમ માટે નથી હોતો). જે સર્વત્ર વ્યાપક છે તે તત્વ તો અવિનાશી છે, અને જે અવિનાશી હોય એનો નાશ કદાપિ થતો નથી. આ દેહ તો ક્ષણભંગુર છે, વિનાશશીલ છે પરંતુ તેમાં રહેતો આત્મા અમર છે. એનો ન તો અંત આવે છે, કે ન તેને કોઈ મારી શકે છે. એથી હે ભારત, તું યુદ્ધ કર. જે આત્માને વિનાશશીલ સમજે છે તથા તેને મારવા ઈચ્છે છે, તે નથી જાણતા કે આત્મા ન તો કદી જન્મે છે કે ન તો કદી મરે છે. આત્મા તો અજન્મા, અવિનાશી અને અમર છે. શરીરનો નાશ ભલે થાય પરંતુ આત્માનો નાશ કદાપિ થતો નથી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *