Friday, 15 November, 2024

Chapter 02, Verse 56-60

146 Views
Share :
Chapter 02, Verse 56-60

Chapter 02, Verse 56-60

146 Views

दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः ।
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥२-५६॥

dukheshva anudvignamanah sukheshu vigat sprihah
vitaraga bhaya krodhaha sthitadhir munir uchyate.

દુઃખ પડે તો શોક ના, સુખની ના તૃષ્ણા,
રાગક્રોધ ભય છે ગયા, તે મુનિ સ્થિત મનના.
*
यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् ।
नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२-५७॥

yaha sarvatra anabhisnehas tat-tat prapya subhasubham
na abhinandati na dvesti tasya pragya pratisthita

yada samharate cha yam kurmo ariganiva sarvashah
indriyani indriyarthebhyas tasya pragya pratisthita

જેમ કાચબો અંગને સંકોચી લે છે,
ઇન્દ્રિયોને વિષયથી જ્ઞાની સંકેલે.
*
विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।
रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ॥२-५९॥

Vishaya vinivartante niraharasya dehinaha
rasvarjam raso api asya param dritva nivartate.

વિષયો જે ના ભોગવે તેના વિષય છૂટે,
રહ્યો સહ્યો પણ સ્વાદ તો પ્રભુ પામ્યે જ તૂટે.
*
यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः ।
इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ॥२-६०॥

Yatato hy api kaunteya purushasya vipashchitah
indriyani pramathini harant prasabham manah

યત્ન કરે જ્ઞાની છતાં ઇન્દ્રિયો બલવાન,
મનને ખેંચી જાય છે, વિષયોમાં તે જાણ. ॥૬૦॥

Meaning
स्थितप्रज्ञ पुरुष का मन न तो दुःख से विचलित नहीं होता और न ही सुख की प्राप्ति की स्पृहा करता है । उसका मन राग, भय और क्रोध से मुक्त होता है । सुख या दुःख मिलने पर उसकी प्रतिक्रिया समान रहेती है । इप्सित वस्तु मिलने पर न वो प्रसन्न होता है और न मिलने पर अवसादग्रस्त । जैसे कछुआ अपने सारे अँगों को अंदर समेट लेता है, वैसे ही वो अपनी इन्द्रियों को उनके विषयों से निकाल कर आत्मा में स्थित करता है । विषयों का बाह्य त्याग करने पर उनका स्वाद, उनको पाने की कामना बरकरार रहती है, मगर परमात्मा का साक्षात्कार हो जाने पर वह स्वाद भी मन से छूट जाता है । हे कौन्तेय, सावधानी से ईन्द्रिय-संयम का अभ्यास करते हुऐ पुरुष का मन उसकी चंचल इन्द्रीयाँ बलपूर्वक छीन लिती हैं ।
*
સ્થિતપ્રજ્ઞ પુરુષનું મન ન તો દુઃખમાં વિચલિત થાય છે કે ન તો સુખની સ્પૃહા કરે છે. એનું મન રાગ, ભય અને ક્રોધથી મુક્ત થયેલું હોય છે. સુખ કે દુઃખ – બંનેમાં તેની પ્રતિક્રિયા સમાન હોય છે. ઇપ્સિત વસ્તુ મળવાથી તે ન તો પ્રસન્ન થાય છે કે ન તો એના અભાવે વિષાદગ્રસ્ત. જેવી રીતે કાચબો પોતાના અંગોને અંદરની તરફ સંકેલી લે છે તેવી રીતે તે પોતાની ઈન્દ્રિયોને વિષયોમાંથી કાઢી આત્મામાં સ્થિર કરે છે. જો વિષયોનો ત્યાગ કેવળ બાહ્ય હોય તો એવા ત્યાગ કર્યા છતાં અંદરથી તેનો ઉપભોગ કરવાની ઇચ્છા યથાવત રહે છે. પરંતુ પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી એ પદાર્થોના ઉપભોગની ઇચ્છાનો પણ અંત આવે છે. હે કૌન્તેય, સાવધાનીથી ઈન્દ્રિયોનો સંયમ કરી અભ્યાસ કરનાર વ્યક્તિનું મન ઈન્દ્રિયો હરી લે છે. (એવી શક્યતા રહેલી છે)

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *