Friday, 15 November, 2024

Chapter 02, Verse 61-65

132 Views
Share :
Chapter 02, Verse 61-65

Chapter 02, Verse 61-65

132 Views

तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः ।
वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२-६१॥

tani sarvani samayamya yukta asita matparah
vashe hi yasye inidriyani tasya pragya pratisthita

તેના પર સંયમ કરી મત્પર જે જન થાય,
ઇન્દ્રિયો વશમાં કરે જ્ઞાની તે જ ગણાય.
*
ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते ।
सङ्गात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥२-६२॥

dhyaya to vishyan pumsah sangat tesu apajayate
sangat samjayate kamah kamat krodho abhijayate

Kroddhah bhavati sammohah Sammohat smritivibhramaha
Smritibhramshad buddhinasho Buddhinashat pranashyanti

ક્રોધ થકી સંમોહ ને વિવેકનો પણ નાશ,
અંતે બુધ્ધિનાશ ને તેથી થાય વિનાશ.
*
रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् ।
आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥२-६४॥

ragadveshaviyuktais tu vishyan indriyanish cha aran
atmovashyair vidheyatma prasadam adhigachhati.

રાગદ્વેષને છોડતાં વિષયો સેવે જે,
સંયમને સાધી સદા પ્રસાદ પામે તે
*
प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते ।
प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते ॥२-६५॥

prasade sarvaduhkhanam hanirasyo apajayate
prasanna chetaso hyashu buddhih paryavatisthate

તે પ્રસન્નતાથી થતો સર્વ દુઃખનો નાશ,
પ્રસન્નતાથી થાય છે મનમાં સ્થિરતા વાસ.॥૬૫॥

Meaning
हे अर्जुन, इसलिए साधक को चाहिए की वह इन्द्रियों का संयम कर मेरा ध्यान करें क्योंकि जिसकी इन्द्रियाँ वश में हो वही ज्ञान में स्थित हो सकता है । विषयों का चिंतन करने वाले मनुष्य का मन उन पदार्थों में आसक्त हो जाता है और उसकी कामना करता है । जब उसकी पूर्ति नहीं होती तो इससे क्रोध पैदा होता है । क्रोध से दिमाग का संतुलन नहीं रहता, अच्छे-भले की परख चली जाती है और स्मृतिभ्रम होता है । स्मृतिभ्रम होने से बुद्धिशक्ति का नाश हो जाता है । जब व्यक्ति की बुद्धि नष्ट हो जाती है तो वह खुद-बखुद अपना सर्वनाश कर बैठता है । जब की इन्द्रियों को राग और द्वेष से मुक्त कर, खुद के वश में करनेवाला मनुष्य अंतःकरण की प्रसन्नता और शान्ति प्राप्त करता है । इससे न केवल सारे दुखों का अन्त हो जाता है बल्कि उसकी बुद्धि परमात्मा में भलिभाँति स्थिर हो जाती है ।
*
હે અર્જુન, એથી સાધકે પોતાની ઈન્દ્રિયોનો સંયમ કરી મારું (પરમાત્માનું) ધ્યાન કરવું જોઈએ. એમ કરવાથી ઈન્દ્રિયો વશમાં રહેશે અને મારામાં મનને સ્થિર કરી શકશે. વિષયોનું ચિંતન કરવાવાળા મનુષ્યનું મન એ પદાર્થોમાં આસક્ત થઈ જાય છે અને એની જ કામના કર્યા કરે છે. જ્યારે તે પદાર્થો નથી મળતા ત્યારે તે ક્રોધિત થઈ જાય છે. ક્રોધ થવાથી એનું વિવેકભાન જતું રહે છે, એને સારાં-નરસાંનું ભાન રહેતું નથી અને એને સ્મૃતિભ્રમ થાય છે. એવો ભ્રમિત ચિત્તવાળો મનુષ્ય પોતાનો સર્વનાશ નોંતરે છે. જ્યારે એથી ઉલટું, ઈન્દ્રિયોને રાગ અને દ્વેષથી મુક્ત કરી પોતાના વશમાં કરનાર મનુષ્યને અંતઃકરણની પ્રસન્નતા અને શાંતિની પ્રાપ્તિ થાય છે. એથી ન કેવળ એના બધા દુઃખોનો અંત આવે છે પરંતુ એનું મન પરમાત્મામાં હંમેશ માટે સ્થિર બને છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *