Friday, 15 November, 2024

Chapter 03, Verse 16-20

163 Views
Share :
Chapter 03, Verse 16-20

Chapter 03, Verse 16-20

163 Views

एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह यः ।
अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति ॥३-१६॥

evam pravartitam chakram na anuvartayati iha yaha
aghayu indriyaramo mogham partha sah jivati

ચાલે છે આ ચક્ર તે મુજબ ન ચાલે જે,
મિથ્યા જીવે મૂર્ખને પાપી લંપટ તે.
*
यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः ।
आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते ॥३-१७॥

yah tu atmaratir eva syat atmatriptah cha manavah
atmani eva cha santushtah tasya karyam na viddyate

na eva tasya kritena arthah na akritena eha kaschan
na cha asya sarvabhuteshu kaschit arthavya pashrayah

કર્મ કરીને તેમને, મેળવવું ના કૈં,
ન કર્યે કૈં ન ગુમાવવું, મુક્ત રહ્યા તે થૈ.
*
तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर ।
असक्तो ह्याचरन्कर्म परमाप्नोति पूरुषः ॥३-१९॥

tasmat asaktah satatam karyam karma samachar
asakto hyacharankarma param apnoti purushah

આસક્તિ છોડી દઈ, યોગ્ય કરે જે કર્મ,
તે મંગલને મેળવે, કર તું તેમ જ કર્મ.
*
कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः ।
लोकसंग्रहमेवापि संपश्यन्कर्तुमर्हसि ॥३-२०॥

karmana eva hi sansidhim asthita jankadayah
lok sangraham eva api sampashyam kartum arhasi

સિધ્ધ થયા છે કર્મથી જનકસમાં કૈં લોક,
લોકોના હિત સારુંયે કર્મો ના છે ફોક. ॥૨૦॥

Meaning
हे पार्थ, जो व्यक्ति उस प्रकार परंपरा से चलने वाले सृष्टिचक्र का हिस्सा नहीं बनता, वह अपनी ईन्द्रियों के भोगों में रमण करनेवाला और पाप का व्यर्थ जीवन जीने वाला होगा । मगर जो व्यक्ति आत्मस्थित और आत्म-तृप्त है, (अर्थात् अपने आप में ही सन्तुष्ट है) उस के लिये कोई भी कार्य नहीं बचता । एसे महापुरुष के लिए न ही कर्म करने का कोई प्रयोजन है और न ही कर्म न करने का ।  प्राणीमात्र के साथ उसका कोई स्वार्थ संबंध नहीं रहता । इसलिये हे पार्थ, कर्म से जुड़े बिना, आसक्तिरहित होकर सदा अपने कर्तव्य का अनुष्ठान करो । निष्काम कर्म से व्यक्ति परमात्मा को प्राप्त कर लेता है । एसे निष्काम कर्म का आचरण करते हुए ही महाराजा जनक जैसे लोग परम सिद्धि को प्राप्त हुऐ । इसलिए (अपने लिए न सही तो) इस लोकसमूह के लिए, यह संसार के भले के लिये तुम्हें (युद्ध) कर्म करना चाहिए ।
*
હે પાર્થ, જે વ્યક્તિ આ રીતે સૃષ્ટિચક્રને અનુસરીને નથી ચાલતો તે પોતાની ઈંદ્રિયોના ભોગમાં રમવાવાળો તથા વ્યર્થ જીવન જીવનાર ગણાય છે. પરંતુ જે વ્યક્તિ આત્મસ્થિત અને આત્મતૃપ્ત છે, પોતાના આત્મામાં જ સંતોષ માને છે, તેને કોઈ કર્મ કરવાનું રહેતું નથી. એવા મહાપુરુષને માટે કર્મ કરવાનું કે ન કરવાનું કશું પ્રયોજન રહેતું નથી. એને સર્વ જીવો સાથે કોઈ પ્રકારનો સ્વાર્થસંબંધ નથી રહેતો. એથી હે પાર્થ, આસક્ત થયા વગર કર્મ કર. નિષ્કામ કર્મ કરનાર વ્યક્તિ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. મહારાજા જનક જેવા નિષ્કામ કર્મનું આચરણ કરતા જ પરમ સિદ્ધિને પામ્યા છે. વળી તારે (અંગત સ્વાર્થ માટે નહીં કરવું હોય તો પણ) લોકસંગ્રહાર્થે, સંસારના ભલા માટે (યુદ્ધ) કર્મ કરવું જ રહ્યું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *