Sunday, 22 December, 2024

Chapter 03, Verse 36-40

171 Views
Share :
Chapter 03, Verse 36-40

Chapter 03, Verse 36-40

171 Views

अर्जुन उवाच
અર્જુન કહે છેઃ

अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः ।
अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः ॥३-३६॥

atha kena prayuktah ayam papam charati purushaha
anichhan api varshaneya balat eva niyojitaha

કોનાથી પ્રેરાઈને પાપ કરે છે લોક,
ઈચ્છા ના હોયે છતાં જાણે ખેંચે કો’ક.
*
પાપનું કારણ

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છેઃ
Shri Bhagvan uvacha

काम एष क्रोध एष रजोगुणसमुद्भवः ।
महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम् ॥३-३७॥

kamah aish krodhah aish rajoguna samudbhavaha
mahashano mahapapma viddhi enam iha varinam

dhumen avriyate vahinah yatha adavshaho malena cha
yatha ulben avritah garbhahstatha ten idam avritam

દર્પણ મેલે, રાખથી આગ જેમ ઢંકાય,
ગર્ભ ઓરથી, કર્મ સૌ ત્યમ તેથી ઢંકાય.
*
आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ।
कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च ॥३-३९॥

avritam gyanam etena gyanino nityavairina
kama rapena kaunteya dushpurena analena cha

અતૃપ્ત અગ્નિ કામનો જ્ઞાનીનો રિપુ છે,
ઢાંકી દે છે જ્ઞાનને, અગ્નિ સાચે તે.
*
इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते ।
एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् ॥३-४०॥

indriyani manah buddhi asya adhisthanam uchyate
aitaih vimohayati aishah gyanam avritya dehinam

મન બુધ્ધિ ઈન્દ્રિય છે તેના નિત્ય નિવાસ,
તે દ્વારા મોહિત કરે માનવને તે ખાસ. ॥૪૦॥

Meaning
अर्जुन बोले
हे कृष्ण, मनुष्य स्वयं न चाहते हुए भी किससे प्रेरित होकर पापकर्म में प्रवृत्त होता है?
श्री भगवान बोले
रजोगुण के प्रभाव से पैदा होने वाले इच्छा (कामना) तथा क्रोध – उनको तुम  महाविनाशी, महापापी और अपना दुश्मन मानो । जिस प्रकार धूआँ आग को ढक लेता है, मैल दर्पण (शीशा) को ढक लेती है, जेर शिशु के गर्भ को ढक लेता है, उसी तरह काम तथा क्रोध ज्ञान पर पर्दा डाल देते है । हे कौन्तेय, जिसका पूरी तरह शमन करना संभव नहीं एसे काम तथा क्रोध के आवेग ज्ञानी पुरुष के वैरी है । मन, बुद्धि और इन्द्रियाँ में छुपकर यह ज्ञान को आच्छादित करके जीव को संमोहित करते है ।
*
અર્જુન કહે છે
હે કૃષ્ણ, મનુષ્ય પોતે ઈચ્છતો ન હોવા છતાં પાપકર્મ કરવા માટે કેમ પ્રવૃત્ત થાય છે ?
શ્રી ભગવાન કહે છે,
રજોગુણના પ્રભાવથી પેદા થનાર કામ તથા ક્રોધ જ મહાવિનાશી, મહાપાપી તથા મોટામાં મોટા દુશ્મન છે. જેમ ધુમાડો આગને, મેલ દર્પણને, ઓર ગર્ભને ઢાંકી દે છે તેવી જ રીતે કામ તથા ક્રોધ વ્યક્તિના જ્ઞાન પર પડદો નાંખી દે છે. એથી હે કૌન્તેય, જેની કદી તૃપ્તિ થતી જ નથી એવા કામ અને ક્રોધના આવેગો જ્ઞાનીના સૌથી મોટા દુશ્મન છે. મન, બુદ્ધિ અને ઈન્દ્રિયમાં નિવાસ કરીને તે જીવને સંમોહિત કરે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *