Sunday, 22 December, 2024

Chapter 04, Verse 06-10

163 Views
Share :
Chapter 04, Verse 06-10

Chapter 04, Verse 06-10

163 Views

अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् ।
प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया ॥४-६॥

ajah api sann avyayatma bhutanam ishvarah api san
prakratim svam adhisthaya sambhavami atmamayaya

જગસ્વામી અજ છું છતાં, જન્મ લઉં છું હું,
પ્રકૃતિના આધારથી પ્રગટ થઉં છું હું.
*
અવતાર વિશે

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥

yada yada hi dharmasya glanirbhavati bharata
abhyuthanam adharmasya tada atmanam srijami aham

paritranaya sadhunam vinashyaya cha dushkritam
dharmasansthapana arthaya sambhavami yuge yuge

રક્ષુ સજ્જનને અને કરું દુષ્ટનો નાશ,
સ્થાપું સાચા ધર્મને પુરું ભક્તની આશ
*
जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः ।
त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ॥४-९॥

janma karma cha me divyam evam yah vetti tattvatah
tyaktava deham punah janma na etimama eti sah arjuna

દિવ્ય જન્મ ને કર્મને મારા જાણે જે,
મરણ પછી જન્મે નહીં, મને મેળવે તે.
*
वीतराग भयक्रोधा मन्मया मामुपाश्रिताः ।
बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ॥४-१०॥

vitaraga bhaya krodhah manmayah mama upashritaha
bahavah gyantapasa putah madbhavan agataha

ભય ને ક્રોધ તજી દઈ કરીને મને પ્રેમ,
તપ ને જ્ઞાન થકી ઘણાં પામ્યા મુજને તેમ.

Meaning
मैं अजन्मा और अविनाशी हूँ, प्राणीमात्र का महेश्वर हूँ, फिर भी प्रकृति को अपने वश में कर योगमाया से प्रकट होता हूँ । हे भारत, जब जब धर्म का नाश होता है और अधर्म का व्याप बढता है, तब तब मैं स्वयं साकार रूप में प्रकट होता हूँ । साधू पुरुषों का रक्षण, दुष्कर्मियों का विनाश तथा धर्म कि संस्थापना के लिये मैं युगों युगों से प्रकट होता आया हूँ । मेरे जन्म और कर्म दिव्य तथा अलौकिक हैं । जो मनुष्य इसका भेद जान लेता है, वो मृत्यु के बाद मुझे पा लेता है (अर्थात् वो जन्म मरण के चक्र में नहीं फँसता और उसका पुनर्जन्म नहीं होता) । जिसके राग, भय और क्रोध नष्ट हो चुके है, जिसका मन अनन्यभाव से मुझमें स्थित है, एसे जीवात्मा, ज्ञान और तप से पवित्र होकर, मेरे पास पहुँचते हैं । (अर्थात् मेरे स्वरूप को जान लेते है)
*
હું અજન્મા અને અવિનાશી છું. સર્વ ભૂતોનો ઈશ્વર છું. છતાં પ્રકૃતિનો આધાર લઈને પ્રકટ થાઉં છું. હે ભારત, જ્યારે જ્યારે ધર્મનો નાશ થઈ જાય છે અને અધર્મનો વ્યાપ વધે છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. સાધુપુરુષોનું રક્ષણ, દુષ્કર્મીઓનો વિનાશ તથા ધર્મની સંસ્થાપનાના હેતુ માટે યુગે યુગે હું પ્રકટ થાઉં છું. મારા જન્મ અને કર્મ દિવ્ય તથા અલૌકિક છે. જે મનુષ્ય એનો પાર પામી જાય છે એ મૃત્યુ પછી મને પામે છે. એ જન્મ-મરણના ચક્રમાં નથી ફસાતો. જેના રાગ, દ્વેષ, ભય તથા ક્રોધનો નાશ થયો છે અને જે  અનન્યભાવથી મારું ચિંતન કરે છે તે જીવાત્મા તપ અને જ્ઞાનથી પવિત્ર થઈને મારી પાસે પહોંચે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *