Chapter 06, Verse 16-20
By-Gujju14-05-2023
Chapter 06, Verse 16-20
By Gujju14-05-2023
नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः ।
न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन ॥६-१६॥
અતિશય ખાવાથી, જરા પણ ના ખાવાથી, અતિશય સૂવાથી અને લેશ પણ ના સૂવાથી, યોગ નથી થતો.
na ati ashranatah tu yogah astina chha ekantam anaschanatah
na cha ati swapnashilasya jagratah na eva cha arjuna
ઉપવાસી રે’વું નહીં, ખાવું ના પણ ખૂબ.
ઉજાગરા કરવા નહીં, ઊંઘવું નહીં ખૂબ.
*
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥६-१७॥
યોગ આહાર-વિહાર, યોગ્ય કર્મ અને યોગ્ય નિદ્રા તથા જાગૃતિથી યોગ થઈ શકે છે.
yuktaharviharasya yuktachestasya karmashu
yuktaswapnavbodhasya yogah bhavati duhkhah
ચિત્ત જ્યારે બાહ્ય વિષયોમાં વિહરવાનું છોડી દઈને આત્મામાં જ સ્થિતિ કરે છે ત્યારે સાધક સર્વ પ્રકારની કામના, લાલસા તથા સ્પૃહાઓથી મુક્તિ મેળવીને પરમાત્માની સાથે સારી પેઠે જોડાઈ ગયો અથવા યુક્ત બન્યો એવું કહેવાય છે.
yada viniyatam chittam atmani eva avatisthate
nihsprih sarva kamebhyah yuktah iti uchyatetada
ચિત્ત થાય વશ ને પછી આત્મામાં સ્થિર થાય,
નિઃસ્પૃહ યોગી થાય તે યોગી યુક્ત ગણાય.
*
यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता ।
योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः ॥६-१९॥
વાયુ વિનાના સ્થાનમાં રાખવામાં આવેલો દીપક જેમ જરા પણ હાલતો નથી તેમ આત્માનુસંધાન માટે ધ્યાનયોગનો આધાર લેનાર યોગીનું મન ધ્યાનની એ ઊંડી આત્મપરાયણ અવસ્થા દરમિયાન જરા પણ હાલતું નથી.
yatha deepah nivatasthah na ingate saupma smrita
yoginah yatchitsya yunjat yogan atmanah.
હવા વિનાના સ્થાનમાં દિવો ના હાલે,
તેવું મન યોગીતણું ચળે ન કો’ કાળે.
*
यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया ।
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति ॥६-२०॥
યોગનો અભ્યાસ કરતાં કરતાં મન સંપૂર્ણપણે ઉપરામ ને શાંત થાય છે ત્યારે યોગી આત્માથી આત્માનો અનુભવ કરીને આત્મામાં જ સંતુષ્ટ રહે છે.
yatra uparmate chittam niruddham yoga sevaya yatra
cha ena atmana atmanam pashyam atmani tushyati
યોગીજનના ચિત્તનો પૂરો સંયમ થાય,
ડૂબી જાય ધ્યાનમાં, ત્યારે રસમાં ન્હાય.