Sunday, 22 December, 2024

Chapter 06, Verse 21-25

164 Views
Share :
Chapter 06, Verse 21-25

Chapter 06, Verse 21-25

164 Views

सुखमात्यन्तिकं यत्तद् बुद्धिग्राह्यमतीन्द्रियम् ।
वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः ॥६-२१॥

એ અવસ્થામાં બુદ્ધિથી ગ્રાહ્ય છતાં પણ અતીન્દ્રિય અને આત્યંતિક સનાતન સુખને અનુભવે છે. એ વખતે યોગી બાહ્ય પરિસ્થિતિ, પદાર્થો કે વિષયોથી પ્રભાવિત તથા ચલાયમાન બનતો નથી ને બીજું કશું જ જાણતો નથી હોતો.

sukham atyantikam yat tata buddhigrahyam atindriyam
vetri yat nacha ayam sthitah chalati tatnatah

આત્માનો અનુભવ કરી આનંદમહીં ન્હાય,
બુધ્ધિ ને ઈન્દ્રિયથી અતીત સુખમાં ન્હાય.
*
यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः ।
यस्मिन्स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते ॥६-२२॥

એ પરમાત્મા રૂપી પરમ લાભને પામ્યા પછી બીજા કોઈ પણ લાભને પામવાની ઈચ્છા શેષ નથી રહેતી એ અલૌકિક આત્મિક અવસ્થામાં સ્થિતિ કર્યા પછી મોટામાં મોટા દુઃખથી પણ ડગાતું અથવા ચલાયમાન નથી બનાતું.

yam labdhava cha aparam labham manyate na adhikama tatah
yasmin stithah na duhkhena guruna api vichalyate

એ દુઃખોના સંયોગના પરિપૂર્ણ વિયોગને યોગના નામથી ઓળખવામાં આવે છે, એ યોગાભ્યાસનો આધાર ઉત્સાહપૂર્વ, શ્રદ્ધા સાથે, સતત રીતે લેવો જોઈએ.

tat vidyat dkhah sanyoguiyogam, yoga samagyiytam
sah nishchayena yokatavhay yogah aniruidda chetsah

દુઃખ મટી જાયે બધું, તેને યોગ કહ્યો,
મનને મજબૂત રાખતાં કરવો  તે જ રહ્યો.
*
संकल्पप्रभवान्कामांस्त्यक्त्वा सर्वानशेषतः ।
मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः ॥६-२४॥

ધ્યાનમાં બેસનારા સાધકે સંકલ્પવિક્લ્પના પરિણામે પેદા થનારી કામનાઓનો પૂર્ણપણે ત્યાગ કરી, મનની મદદથી ઈન્દ્રિયોના સમૂહને ચારે તરફથી નિયમનમાં રાખવું.

samkalpprabhavana kamana tyaktua sarvan asheshatah
manasa eva indriyagramam viviyama samantatah.

સંકલ્પથકી કામના થાયે તે ટાળે,
ઇન્દ્રિયો મનથી બધી સંયમમાં ધારે.
*
शनैः शनैरुपरमेद्‌बुद्ध्या धृतिगृहीतया ।
आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिन्तयेत् ॥६-२५॥

ધીરજપૂર્વક બુદ્ધિની મદદથી ધીમેધીમે બાહ્ય જગત તથા શરીરમાંથી ઉપરામ બનવું ને ઉપર ઊઠવું, અને અંતે મનને આત્મામાં સ્થિતિ કરાવીને કશું પણ ચિંતન ના કરવું.

sanaih sanaih uparmeya buddhaya ghritigrihitaya
atmasamstham manah kritua na kinchit api chintayeta

ધીરે ધીરે બુધ્ધિને કરે પછી ઉપરામ,
વિચાર ન કરે, મન કરી સ્થિરને આત્મારામ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *