Saturday, 27 July, 2024

Chapter 09, Verse 01-05 (રાજવિદ્યારાજગુહ્યયોગ)

214 Views
Share :
Chapter 09, Verse 01-05

Chapter 09, Verse 01-05 (રાજવિદ્યારાજગુહ્યયોગ)

214 Views

Raj vidya-Raj guhya Yog
 
In this chapter, Lord Krishna elaborate upon secret and confidential knowledge about divinity. Towards the end of the chapter, Lord Krishna explains that by selfless service, one attains him.
 
અધ્યાય નવમો : રાજવિદ્યારાજગુહ્યયોગ
 
ભગવાન કહે છે કે બધા જીવો મારા અંશરૂપ છે. તે મારામાં રહેલા છે પણ હું તેમાં લેપાયેલો નથી. પ્રકૃતિનો આશ્રય લઇ હું આ સૃષ્ટિની રચના કરું છે. મૂઢ લોકો મને કેવળ મનુષ્યની જેમ જુએ છે પરંતુ મારા વિરાટ રૂપને પિછાની શકતા નથી. કારણ કે મૂઢ જનોના કર્મ હલકાં અને વિચાર મેલા હોય છે. તેઓ જ્ઞાનકર્મનું ફળ પામતાં નથી અને મોહમયી પ્રકૃતિમાં જ ડૂબેલાં રહે છે. કોઇ મહાત્મા જનો જ મને ભજીને મને પામે છે.

જ્યાં સુધી જીવ મને પામતો નથી, જાણતો નથી ત્યાં સુધી આવાગમનના ચક્રમાંથી છૂટી શકતો નથી. તેથી ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન ! તું જે જે કર્મો કરે, તે મને અર્પણ કરીને કરજે, અહંભાવ રાખ્યા વિના કરજે, તો તું તેમાં લેપાઇશ નહીં અને મુક્તિને પામશે. સંસારના પ્રત્યેક જીવમાં હું રહેલો છું એમ જાણીને મનથી વંદન કરજે અને મન-વાણીથી કેવળ મારો ભક્ત બનજે તો તું શાંતિ અને સુખના સામ્રાજ્યનો અધિકારી બનશે.

Explore below verses from Chapter 09 of Bhagavad Gita alongwith mp3 audio in Sanskrit by Lata Mangeshkar from album ‘Essential chants of Gita’.

==============

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagavan uvacha

इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ।
ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥९-१॥

idam tu te guhyatamam pravakshyami unsayave
gyanam vigyanasahitam yat gyatva mokshyase ashubhat

ખૂબ જ છુપું જ્ઞાનને વળી કહ્યું વિજ્ઞાન,
મુક્ત કરે જે અશુભથી, કહું હવે તે જ્ઞાન.
*
राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् ।
प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् ॥९-२॥

rajavidya rajaguhyam pavitram idam uttamam
pratakshavagamam dharmamya susukham kartum avyayam

ashraddhanah purushah dharmasya asya paramtap
aprapya mama vivartanta mritya sansarvartmani

માને ના આ ધર્મને, શ્રધ્ધા ના રાખે,
મરે જન્મ લે તે, નહીં મુક્તિરસ ચાખે.
*
मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना ।
मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थितः ॥९-४॥

maya tatam idam sarvam jagat avayktamurtina
matsthani sarvabhutani na cha aham tesu avasthitah

અખંડ મારું રૂપ આ જગમાં વ્યાપક છે,
મારામાં જીવો બધા રહેલા ખરે છે.
*
न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् ।
भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावनः ॥९-५॥

na cha matsthani bhutani pashya me yogani aishwaram
bhootbhrit na cha bhutasthah mama atma bhutbhawanah

મારા અંશે એ રહ્યા, પૂર્ણરૂપમાં ના
જીવ રહ્યા મુજમાં છતાં, હું લેપાઉં ના.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *