Monday, 18 November, 2024

Chapter 11, Verse 36-40

165 Views
Share :
Chapter 11, Verse 36-40

Chapter 11, Verse 36-40

165 Views

अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna uvacha

स्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत्प्रहृष्यत्यनुरज्यते च ।
रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसंघाः ॥११-३६॥

હે ઋષિકેશ, તમારી પ્રશસ્તિ કરીને જગત પ્રસન્ન બને છે અને આહ્ લાદ પામે છે. રાક્ષસો ભયભીત બને છે, દિશાઓ દ્રવે છે, અને સિદ્ધપુરુષોના સમૂહો તમને નમે છે.

sthane hrishikesha tava prakirtya jagat prahrisyati anurajyate cha
rakshansi bhitani disho dravanti sarve namasyanti cha siddhasangha

હરખાયે સૌ લોક ને કીર્તિ તમારી ગાય,
રાક્ષસ નાસે ભયથકી, સિધ્ધ નમે ને ગાય.
*
અર્જુન સ્તુતિ કરે છે

कस्माच्च ते न नमेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे ।
अनन्त देवेश जगन्निवास त्वमक्षरं सदसत्तत्परं यत् ॥११-३७॥

હે મહાત્મા, તે તમને શા માટે ના નમે? તમે અવનીના આદિપુરુષ બ્રહ્માથી પણ શ્રેષ્ઠ છો. હે અનંત, દેવેશ, જગન્નિવાસ, તમે અવિનાશી છો. સત્ય અને અસત્ય સ્વરૂપ છો તથા તેથી પણ પર છો.

kasmat cha te na nameram mahatman gariyase brahmanahapi adikartre
anant devesh jagannivas tvam aksharam sat asat tataparam yat

કેમ નમે ના તે બધા, સૌના આદિ તમે,
અનંત વિશ્વાધાર છો, અક્ષર પરમ તમે.

તમે સૌના આદિ દેવ છો. પુરાતન પુરુષ છો. વિશ્વના એક માત્ર કારણ છો. સૌના જ્ઞાતા છો, જ્ઞેય છો, પરમ ધામ છો. હે અનંત રૂપોવાળા પ્રભુ, તમે વિશ્વમાં વ્યાપેલા છો.

tvam adidevah purushah puranah tvam asya vishvasya param nidhanam
vetta asi vedhyam cha param cha dham tvaya tantam vishvam anantrupa

પુરાણ પુરૂષ તમે, વળી સૌના જ્ઞાતા છો,
જ્ઞેયરૂપ છો, સર્વ ને સર્વથકી પર છો.
*
वायुर्यमोऽग्निर्वरुणः शशाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च ।
नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते ॥११-३९॥

તમે વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્ર, પ્રજાપતિ તથા તેમના પિતા છો. તમને હજારોવાર નમસ્કાર. ફરી ફરી નમસ્કાર.

vayuh yamah agnih varunah shasankah prajapatin tvam prapritamah cha
namah namah te astu sahstrakritvah punah cha bhuyopi namah te

યમ, અગ્નિ ને વાયુ ને વરુણ ચંદ્ર તમે,
બ્રહ્મા, બ્રહ્માના પિતા, અનંત રૂપ તમે.

વ્યાપક વિશ્વમહીં વળી વિશ્વથકી પર છો,
નમું હજારોવાર ને નમન ફરી પણ હો.
*
नमः पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व ।
अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः ॥११-४०॥

આગળથી નમસ્કાર. પાછળથી નમસ્કાર. ચારે તરફથી નમસ્કાર. તમે અનંત વીર્યવાળા, અસીમ સામર્થ્યથી સંપન્ન છો. સર્વસ્વરૂપ છો અને સર્વત્ર વ્યાપક છો. સર્વના સારસ્વરૂપ છો.

namah purastat atha pristhatah te namah astu te sarvatah
eva sarva anantuirya amitvikramah tvam sarvam samapnoshi tatah asi sarvah

આગળ પાછળથી નમું, ચારે તરફ નમું,
અખૂટ બલભંડાર હે, વારંવાર નમું.

અનંતવીર્ય, તમે સદા સૌમાં વ્યાપક છો,
સર્વરૂપ છો હે પ્રભો, જીવનદાયક છો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *