Monday, 18 November, 2024

Dashrath hurt at the sight of Ram, Sita and Laxman

107 Views
Share :
Dashrath hurt at the sight of Ram, Sita and Laxman

Dashrath hurt at the sight of Ram, Sita and Laxman

107 Views

राम, सीता और लक्ष्मण को देखकर दशरथ व्यथित

सकइ न बोलि बिकल नरनाहू । सोक जनित उर दारुन दाहू ॥
नाइ सीसु पद अति अनुरागा । उठि रघुबीर बिदा तब मागा ॥१॥

पितु असीस आयसु मोहि दीजै । हरष समय बिसमउ कत कीजै ॥
तात किएँ प्रिय प्रेम प्रमादू । जसु जग जाइ होइ अपबादू ॥२॥

सुनि सनेह बस उठि नरनाहाँ । बैठारे रघुपति गहि बाहाँ ॥
सुनहु तात तुम्ह कहुँ मुनि कहहीं । रामु चराचर नायक अहहीं ॥३॥

सुभ अरु असुभ करम अनुहारी । ईस देइ फलु ह्दयँ बिचारी ॥
करइ जो करम पाव फल सोई । निगम नीति असि कह सबु कोई ॥४॥

(दोहा)
औरु करै अपराधु कोउ और पाव फल भोगु ।
अति बिचित्र भगवंत गति को जग जानै जोगु ॥ ७७ ॥

રામ-લક્ષ્મણ-સીતાને જોઇ દશરથને થયેલી અપાર વ્યથા

(દોહરો)
ભૂપ શક્યા બોલી નહીં, વિકળ નાખતા આહ,
શોકજનિત પ્રગટી રહ્યો દિલમાં દારુણ દાહ.

રામે અતિ અનુરાગથી ઢાળી શિરને પાય
આજ્ઞા માગી માગતાં વનમાં જવા વિદાય.
*
હર્ષ સમય ના શોક કરો, મુજને આશીર્વાદ ધરો;
કરશો જો પ્રિય પ્રેમપ્રમાદ યશ મટશે, વધશે અપવાદ.

સુણતાં નૃપ ઊઠયા નિરુપાય, કહ્યું રામની પકડી બાંય,
કહે પવિત્ર પરમમુનિ તે રામ ચરાચર નાયક છે

શુભ ને અશુભ કર્મ અનુસાર ઈશ ફળ ધરે કરી વિચાર;
પામે ફળ જેવું હો કર્મ વેદતણો તે પ્રચલિત ધર્મ.

(દોહરો)
એક કરે અપરાધ ને અન્ય કરે ફળભોગ,
અતિ વિચિત્ર ભગવંત ગતિ, કોણ જાણવા જોગ ?

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *