Monday, 23 December, 2024

Dashrath try to stop Sita

149 Views
Share :
Dashrath try to stop Sita

Dashrath try to stop Sita

149 Views

सीता को वनगमन से रोकने की महाराजा दशरथ की कोशिश

रायँ राम राखन हित लागी । बहुत उपाय किए छलु त्यागी ॥
लखी राम रुख रहत न जाने । धरम धुरंधर धीर सयाने ॥१॥

तब नृप सीय लाइ उर लीन्ही । अति हित बहुत भाँति सिख दीन्ही ॥
कहि बन के दुख दुसह सुनाए । सासु ससुर पितु सुख समुझाए ॥२॥

सिय मनु राम चरन अनुरागा । घरु न सुगमु बनु बिषमु न लागा ॥
औरउ सबहिं सीय समुझाई । कहि कहि बिपिन बिपति अधिकाई ॥३॥

सचिव नारि गुर नारि सयानी । सहित सनेह कहहिं मृदु बानी ॥
तुम्ह कहुँ तौ न दीन्ह बनबासू । करहु जो कहहिं ससुर गुर सासू ॥४॥

(दोहा)
सिख सीतलि हित मधुर मृदु सुनि सीतहि न सोहानि ।
सरद चंद चंदनि लगत जनु चकई अकुलानि ॥ ७८ ॥

સીતાને વન જતી રોકવા દશરથનો પ્રયાસ

રાયે રામને રાખવા કાજે કર્યું છળને છોડીને જે છાજે
કિન્તુ ધર્મધુરંધર ધીર જાણ્યું રામ ના રહેશે વીર

ત્યારે સીતાને હૃદયે લીધી, સ્નેહે વિવિધ શિખામણ દીધી;
વનનાં દુઃસહ સુણાવ્યાં, સુખ સ્વજન ને ગૃહનાં ગણાવ્યાં.

સીતા રામચરણ અનુરાગી, વાત વનની વિષમ ના લાગી;
શક્યું કોઇ એને ના ચળાવી ઘરમાં રહેવાને માટે મનાવી.

(દોહરો)
નારી મંત્રી ગુરુતણી સ્ત્રીઓ ને શાણી
વિપત્તિ વનની વર્ણવી વદી રહી વાણી.

તુજને આપેલો નથી રાજાએ વનવાસ,
શ્વસુર-સાસુ ગુરુની ઘટે શીખ માનવી ખાસ.

શીતળ હિતકારક મધુર મૃદુ પરંતુ એ શીખ
સીતાને રુચી નહીં, ઉદ્વિગ્ન બન્યું ચિત્ત.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *