काकभुशुंडी और गरुडजी का संवाद
यह प्रभु चरित पवित्र सुहावा । कहहु कृपाल काग कहँ पावा ॥
तुम्ह केहि भाँति सुना मदनारी । कहहु मोहि अति कौतुक भारी ॥१॥
गरुड़ महाग्यानी गुन रासी । हरि सेवक अति निकट निवासी ॥
तेहिं केहि हेतु काग सन जाई । सुनी कथा मुनि निकर बिहाई ॥२॥
कहहु कवन बिधि भा संबादा । दोउ हरिभगत काग उरगादा ॥
गौरि गिरा सुनि सरल सुहाई । बोले सिव सादर सुख पाई ॥३॥
धन्य सती पावन मति तोरी । रघुपति चरन प्रीति नहिं थोरी ॥
सुनहु परम पुनीत इतिहासा । जो सुनि सकल लोक भ्रम नासा ॥४॥
उपजइ राम चरन बिस्वासा । भव निधि तर नर बिनहिं प्रयासा ॥५॥
(दोहा)
ऐसिअ प्रस्न बिहंगपति कीन्ह काग सन जाइ ।
सो सब सादर कहिहउँ सुनहु उमा मन लाइ ॥ ५५ ॥
કાકભુશુંડિ અને ગરુડજી વચ્ચે સંવાદ
(દોહરો)
પવિત્ર સુંદર પ્રભુચરિત મળ્યું કાગને કેમ;
કામારિ કહો તે વળી તમે સાંભળ્યું જેમ.
*
ગરુડ પરમ જ્ઞાની ગુણધામ હરિનિકટનિવાસી કૃતકામ,
મુનિનિકર તજી કેમ ગયા, કાગે વચનો કેમ કહ્યાં ?
સંવાદ થયો કેમ કહો, ઉભય હરિતણા ભક્ત અહો;
ઉમાતણી એ સુણતાં વાણ શંકર બોલ્યા પ્રભુપદધ્યાન.
ધન્ય સતી પાવન મતિ પ્રાણ રઘુપતિચરણ પ્રીતિ બળવાન,
કહું પવિત્ર પરમ ઈતિહાસ કરે શોક ભ્રમ શંકા નાશ.
(દોહરો)
સુણતાં એને ઊપજતો રામચરણ વિશ્વાસ,
ભવસાગર માનવ તરે સહેજે વિના પ્રયાસ.
ગરુડે ભુશુંડિને હતા પૂછ્યા પ્રશ્નો એમ,
સાદર સુણો કથા બધી પ્રગટાવીને પ્રેમ.