Sunday, 8 September, 2024

Discussion between Sunaina and Kaushalya

106 Views
Share :
Discussion between Sunaina and Kaushalya

Discussion between Sunaina and Kaushalya

106 Views

सुनयना और कौशल्या का संवाद
 
सुनि ससोच कह देबि सुमित्रा । बिधि गति बड़ि बिपरीत बिचित्रा ॥
जो सृजि पालइ हरइ बहोरी । बाल केलि सम बिधि मति भोरी ॥१॥
 
कौसल्या कह दोसु न काहू । करम बिबस दुख सुख छति लाहू ॥
कठिन करम गति जान बिधाता । जो सुभ असुभ सकल फल दाता ॥२॥
 
ईस रजाइ सीस सबही कें । उतपति थिति लय बिषहु अमी कें ॥
देबि मोह बस सोचिअ बादी । बिधि प्रपंचु अस अचल अनादी ॥३॥
 
भूपति जिअब मरब उर आनी । सोचिअ सखि लखि निज हित हानी ॥
सीय मातु कह सत्य सुबानी । सुकृती अवधि अवधपति रानी ॥४॥
 
(दोहा)   
लखनु राम सिय जाहुँ बन भल परिनाम न पोचु ।
गहबरि हियँ कह कौसिला मोहि भरत कर सोचु ॥ २८२ ॥
 
કૌશલ્યા અને સુનયના વચ્ચે સંવાદ
 
વદી શોકિત ત્યાં દેવી સુમિત્રા, વિધિગતિ અતિવિપરીત વિચિત્રા;
રચે સૃષ્ટિ પાળે સંહારે, બાળ કેલિસમ વિધિમતિ ભારે.
 
કૌશલ્યાએ કહ્યું, ન દોષ કોઇનો, નવ કો પ્રતિ રોષ;
કર્મવિવશ દુઃખ-સુખ ક્ષતિ-લાભ, ગહન કર્મગતિ જાણે આભ.
 
જે શુભ અશુભ સકળ ફળ દે જાણે ફક્ત વિધાતા દે.
 
ઉત્પત્તિ સ્થિતિ લય સંહાર, અમૃત વિષ સુખ-દુઃખ અપાર.
ઇશ્વર ઇચ્છા સૌથી ચઢે, અનુસરવું બસ એને પડે.
 
વ્યર્થ મોહવશ કરવો શોક, વિધિગતિ અચળ અનાદિ અમોઘ.
 
ચિંતા નૃપના મરણતણી હાનિ સ્વહિતની સમજી ઘણી
કરતાં સદા સ્વાર્થને કાજ, સમજી લેજો સઘળા આજ.
 
(દોહરો)
કહ્યું સુનયનાએ તમે વાણી સત્ય કહીં;
રાણી સુકૃત અવધિસમા દશરથતણાં બની
ઉત્તર વાણીને વદો આવી કેમ નહીં ?
 
સીતા લક્ષ્મણ રામનું શુભ વનગમન થશે,
ખરાબ એનું આવશે ના પરિણામ કશે.
 
મને ભરતની થાય છે ચિંતા કિન્તુ ખરે;
બોલી કૌશલ્યા તરત અતિશય આર્તસ્વરે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *