Saturday, 16 November, 2024

Doubt continue in Kakbhushundi’s mind

100 Views
Share :
Doubt continue in Kakbhushundi’s mind

Doubt continue in Kakbhushundi’s mind

100 Views

काकभुशुंडी के मन से संशय नहीं गया
 
भ्रमत मोहि ब्रह्मांड अनेका । बीते मनहुँ कल्प सत एका ॥
फिरत फिरत निज आश्रम आयउँ । तहँ पुनि रहि कछु काल गवाँयउँ ॥१॥
 
निज प्रभु जन्म अवध सुनि पायउँ । निर्भर प्रेम हरषि उठि धायउँ ॥
देखउँ जन्म महोत्सव जाई । जेहि बिधि प्रथम कहा मैं गाई ॥२॥
 
राम उदर देखेउँ जग नाना । देखत बनइ न जाइ बखाना ॥
तहँ पुनि देखेउँ राम सुजाना । माया पति कृपाल भगवाना ॥३॥
 
करउँ बिचार बहोरि बहोरी । मोह कलिल ब्यापित मति मोरी ॥
उभय घरी महँ मैं सब देखा । भयउँ भ्रमित मन मोह बिसेषा ॥४॥
 
(दोहा)
देखि कृपाल बिकल मोहि बिहँसे तब रघुबीर ।
बिहँसतहीं मुख बाहेर आयउँ सुनु मतिधीर ॥ ८२(क) ॥ 
 
सोइ लरिकाई मो सन करन लगे पुनि राम ।
कोटि भाँति समुझावउँ मनु न लहइ बिश्राम ॥ ८२(ख) ॥
 
કાકભુશુંડીના મનમાં સંશય ચાલુ જ રહ્યો
 
ભ્રમત મને બ્રહ્માંડ અનેક વીતી ગયા કલ્પ શત એક;
ફરતાં નિજ આશ્રમમાં ગયો, દીર્ઘ સમય ત્યાં સુખથી રહ્યો.
 
અવધમાં થયો પ્રભુનો જન્મ સુણતાં હું બનતા અતિધન્ય,
જન્મ મહોત્સવ જોવા ગયો, હર્ષ એહનો હમણાં કહ્યો.
 
રામઉદર જગ જોયાં જે કેમ વર્ણવું સઘળાં તે;
જોયા ત્યાં મેં રામ સુજાણ માયાપતિ કૃપાળુ ભગવાન.
 
વિચારતો હું વારંવાર મોહિત બુદ્ધિથકી અપાર,
પળમાં સઘળું જોઈ રહ્યો, મોહ વધ્યાથી શ્રમિત થયો.
 
(દોહરો)
વિકળ મને દેખી હસ્યા કૃપાસિંધુ રઘુવીર,
મુખ બહાર આવી ગયો હસતાંવેંત જ ધીર !
 
લીલા શૈશવની ફરી કરવા લાગ્યા રામ,
સમજાવ્યે પણ મન નહીં મુજ પામ્યું વિશ્રામ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *