श्रीराम की बाललीला सुनकर काकभुशुंडी के मन में संदेह
एतना मन आनत खगराया । रघुपति प्रेरित ब्यापी माया ॥
सो माया न दुखद मोहि काहीं । आन जीव इव संसृत नाहीं ॥१॥
नाथ इहाँ कछु कारन आना । सुनहु सो सावधान हरिजाना ॥
ग्यान अखंड एक सीताबर । माया बस्य जीव सचराचर ॥२॥
जौं सब कें रह ग्यान एकरस । ईस्वर जीवहि भेद कहहु कस ॥
माया बस्य जीव अभिमानी । ईस बस्य माया गुनखानी ॥३॥
परबस जीव स्वबस भगवंता । जीव अनेक एक श्रीकंता ॥
मुधा भेद जद्यपि कृत माया । बिनु हरि जाइ न कोटि उपाया ॥४॥
(दोहा)
रामचंद्र के भजन बिनु जो चह पद निर्बान ।
ग्यानवंत अपि सो नर पसु बिनु पूँछ बिषान ॥ ७८(क) ॥
राकापति षोड़स उअहिं तारागन समुदाइ ॥
सकल गिरिन्ह दव लाइअ बिनु रबि राति न जाइ ॥ ७८(ख) ॥
શ્રીરામની બાળલીલાથી કાકભુશુંડિના મનમાં સંશય ઊભો થયો
(દોહરો)
વિચારતાં એવું તરત રઘુપતિએ પ્રેરી,
માયા મુજ અંતરમહીં વ્યાપી અતિ ઘેરી.
એ માયા દુ:ખદ નથી મારેકાજ થઈ,
સંસૃતિમાં નાખી શકી બીજા જેમ નહીં.
અખંડ જ્ઞાનસ્વરૂપ છે સીતાનાથ જ એક,
જડચેતન જીવો બધા માયાને વશ છેક.
સૌ જીવોનું એકરસ જ્ઞાન સદાય રહે,
ભેદ જીવ-ઈશ્વરમહીં તો તો કોણ કહે ?
માયાને વશ જીવ આ અભિમાની કહેવાય,
માયા વશ છે ઈશને ગુણની ખાણ ગણાય.
પરવશ છે જીવો બધા, સ્વવશ સદા ભગવંત;
જીવ અસંખ્ય જગતમહીં, એક જ છે શ્રીકંત.
માયાકૃત એ ભેદને મિથ્યા કહ્યો ખરે,
હરિકૃપા વિના તોય ના કોટિ ઉપાય ટળે.
રામચંદ્રના ભજનવિણ પદ ચાહે નિર્વાણ,
તે નર પશુસરખો ગણો ભલે હોય વિદ્વાન.
પૂર્ણચંદ્ર પ્રગટે ભલે તારાગણ સમુદાય,
દવ લાગે ગિરિમાં સકળ, રવિવિણ રાત ન જાય.