Wednesday, 25 December, 2024

Duo return from citywalk

113 Views
Share :
Duo return from citywalk

Duo return from citywalk

113 Views

मिथिला दर्शन बाद राम लक्ष्मण वापस लौटे
 
(चौपाई)
सिसु सब राम प्रेमबस जाने । प्रीति समेत निकेत बखाने ॥
निज निज रुचि सब लेंहिं बोलाई । सहित सनेह जाहिं दोउ भाई ॥१॥

राम देखावहिं अनुजहि रचना । कहि मृदु मधुर मनोहर बचना ॥
लव निमेष महँ भुवन निकाया । रचइ जासु अनुसासन माया ॥२॥

भगति हेतु सोइ दीनदयाला । चितवत चकित धनुष मखसाला ॥
कौतुक देखि चले गुरु पाहीं । जानि बिलंबु त्रास मन माहीं ॥३॥

जासु त्रास डर कहुँ डर होई । भजन प्रभाउ देखावत सोई ॥
कहि बातें मृदु मधुर सुहाईं । किए बिदा बालक बरिआई ॥४॥

(दोहा)
सभय सप्रेम बिनीत अति सकुच सहित दोउ भाइ ।
गुर पद पंकज नाइ सिर बैठे आयसु पाइ ॥ २२५ ॥
 
નગર જોયા પછી રામ-લક્ષ્મણ વિશ્વામિત્ર પાસે પાછા ફરે છે
 
(દોહરો)         
સ્નેહ સમજતાં સર્વનો, રામે કર્યાં વખાણ
યજ્ઞસ્થાનનાં, સર્વનું કરવાને કલ્યાણ.
 
રામે લક્ષ્મણને કરી પ્રશસ્તિ સ્થાનતણી,
લક્ષ્મણનું અંતર રહ્યું ભાવવિભોર બની.
 
નિમિષમાત્રમાં જેમનો પામીને આદેશ
માયા ત્રિભુવનને રચે પરિશ્રમ વિના લેશ
 
માયાપતિ શ્રીરામ તે ચકિત બની જોતા
ધનુષયજ્ઞના સ્થાનને દેહભાન ખોતાં.
 
ભક્તોના હિતકાજ તે લીલા એમ કરે,
દીનબંધુ દીનોતણી અશાંતિ ભીતિ હરે.
 
અદભુત રચના દેખતાં મુનિ પાસે આવ્યા,
વિલંબ ખૂબ થઇ જતાં ભય થોડો પામ્યા.
 
જેમના ભયે સર્વદા ભય ભયને પણ થાય
સ્મરણ કર્યાનું જેમનું ભય ભક્તોતણો જાય
 
તે પ્રભુ દર્શાવી રહ્યા ભયથી ભજનપ્રભાવ;
મૃદુ મધુ શબ્દે એમણે શિશુને કર્યાં વિદાય.
 
વિનય પ્રેમ ભય ધારતાં સંકોચ સહિત બે
પ્રણમ્યા મુનિને સાદર છેવટ બાંધવ એ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *