Thursday, 14 November, 2024

દુર્યોધનનો દુર્વ્યવહાર

306 Views
Share :
દુર્યોધનનો દુર્વ્યવહાર

દુર્યોધનનો દુર્વ્યવહાર

306 Views

Unity among members of house creates heaven and dissonance and discord creates hell. Pandavas and Kauravas were brothers yet Kauravas had ill feelings towards Pandavas. Being tolerant and compassionate, Pandavas used to take the bitter treatment of Kauravas lightly, which avoided direct fight between them.

Bhima was powerful of all Pandavas and used to defeat every Kaurava. While for Bhima this was child’s play, for Kaurava’s he became a headache. Duryodhan made plan wherein he will invite Pandavas and using some kind of trick, will kill Bhima. After Bhima’s death, it would be easy for them to rule of remaining Pandavas. What really happened in this sibling rivalry ? Did Duryodhan manage to get rid of Bhima ?

 
ઘરમાં કે કુટુંબમાં થનારો અંદર અંદરનો ક્લેશ દુઃખનું, અશાંતિનું અને વિનાશનું કારણ થઇ પડે છે.

ઘરમાં કે કુટુંબમાં સંપ, સ્નેહ, સહયોગનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય તો તે સ્વર્ગનું સર્જન અને વૈકુંઠવાસ જેવું વાતાવરણ ઉભું કરે છે. પૂર્વાવસ્થામાં શાંતિ અને આનંદ છવાઇ જાય છે. જ્યાં એવું નથી હોતું ત્યાં નરક નિર્માય છે. દુર્દિનનો દાવાનળ શરૂ થાય છે.

સંપથી સુખ તથા શક્તિ વધે છે. યશ, વૈભવ, વિજય મળે છે.

કુસંપ ક્લેશનું, અવનતિનું કારણ ઠરે છે.

‘ઘર ફૂટયે ઘર જાય ‘ ની પેલી પરંપરાગત પ્રસિદ્ધ લોકોક્તિ પ્રમાણે ઘર કે કુટુંબમાં એકરાગ ના હોય અને એને બદલે પરસ્પર ઇર્ષા, કટુતા, દ્વેષ અને અહંકારનું વાતાવરણ પ્રવર્તતું હોય, સ્વાર્થને છૂટો દોર મળતો હોય, તો અશાંતિના અંકુરો ઊગી નીકળે છે.

સૂત્રો એકઠાં થઇને રજ્જૂને રચે છે ત્યારે પરમશક્તિશાળી બની જાય છે. પરંતુ વિકેન્દ્રિત બને છે કે છૂટાં પડે છે ત્યારે એમની શક્તિ આપોઆપ ઓછી થાય છે. રજ્જૂ બળવાન હાથીને પણ બાંધી શકે છે, કોસને ફેરવવાના કામમાં લાગે છે, પરંતુ એમાંથી છૂટું પડેલું સૂત્ર શક્તિ વગરનું બની જાય છે.

સૂર્યમંડળમાંથી છૂટું પડેલું કિરણ અને સુવિશાળ સાગરમાંથી અલગ થયેલું તરંગ કેટલુંક કામ કરી શકે ?

કૌરવો તથા પાંડવોના જીવનપ્રસંગો એની સાક્ષી પૂરે છે.

એમની અંદરનો કુસંપ અને વિદ્વેષ એક અથવા બીજા કારણે ઉત્તરોત્તર વધતો જ ગયો અને અંતે અસાધારણ અશાંતિનું કારણ બન્યો. એમાંથી યુદ્ધની ચિનગારી પેદા થઇને ઘોર, અતિઘોર સર્વસંહારક ઝેરજ્વાળા જાગી. બંનેને સદાને સારુ સહન કરવું ને સર્વનાશના ભોગ બનવું પડ્યું.

એનો આશ્ચર્યકારક ખેદજનક સંપૂર્ણ ઇતિહાસ તો ક્રમે ક્રમે જોઇશું. અત્યારે તો એટલું જ સમજી લઇએ અને અંતરમાં અંકિત કરી દઇએ કે સ્વાર્થ, લાલસા, ઇર્ષા તથા કુસંપ વ્યક્તિગત રીતે તો દુઃખી કરે છે કે હાનિ પહોંચાડે જ છે પરંતુ એથી આગળ વધીને સુસમૃદ્ધ સમુન્નત પરમશક્તિશાળી સામ્રાજ્યોના પાયાઓને હચમચાવી મૂકે છે તથા તેમને જોતજોતામાં, કોઇની કલ્પનામાં પણ ના આવી શકે એવીરીતે જમીનદોસ્ત કરે છે. વરસોની મહામહેનતે તૈયાર કરાયલી મહામૂલી માનવસંસ્કૃતિને માટીમાં મેળવે છે.

મહાભારત કાળના પુરોગામી જેવા રામાયણકાળે પણ એ સનાતન સત્યનું દર્શન કરાવેલું અને મહાભારતનો સુપ્રસિદ્ધ ઇતિહાસ પણ એની પ્રતીતિ કરાવે છે.

પ્રાચીન ભારતનાં રામાયણ અને મહાભારત કાળનાં બે મહાન યુદ્ધો એની કરુણાતિકરુણ કથા સમાં છે. એમનામાંથી માનવ બોધપાઠ ગ્રહણ કરે તો સારું. માનવના મનનાં, ઘરનાં, કુટુંબનાં, ગામ કે નગરનાં અને દેશનાં તથા દેશ-પ્રદેશ વચ્ચેના રામાયણ-મહાભારત યુદ્ધનો અંત આવે. એ યુદ્ધ થાય જ નહીં.

મહાભારતમાં જણાવ્યું છે કે “વેદોક્ત સંસ્કારોને પામતા પાંડવો દિનપ્રતિદિન મોટા થવા લાગ્યા. વિવિધ પ્રકારના ભોગોને ભોગવવા લાગ્યા.”

“એ કૌરવો સાથે સુખ, શાંતિ, આનંદપૂર્વક ક્રીડા કરતા અને એમની શક્તિ તથા વિશિષ્ટતાને લીધે સઘળી રમતોમાં જુદા તરી આવતા. દોડવામાં, તાકેલું લાવવામાં, જમવામાં અને ધૂળ ઉડાવવામાં ભીમસેન સઘળા ધૃતરાષ્ટ્ર પુત્રોને ચીસ પડાવતો. હર્ષમાં ખેલતા ધૃતરાષ્ટ્રપુત્રોને પકડી લઇને તે સંતાઇ જતો અને તેમને માથેથી પકડીને ટક્કર લડાવતો. એકસો એક મહાતેજસ્વી કૌરવકુમારોને એકલો જ સહેલાઇથી કબજે કરતો. તે મહાબળવાન તેમને વાળથી પકડીને નીચે પટકતો ત્યારે તેમનાં ઘૂંટણ, માથાં તથા ખભા છોલાઇ જતા. એ ચીસ પાડતા ધૃતરાષ્ટ્રપુત્રોને ધરતી પર ઘસડતો.

કોઇક વાર જળક્રીડામાં દસ બાળકોને હાથથી પકડી લઇને પાણીમાં ડૂબકી મારતો અને તેઓ મરવા જેવા થઇ જતા ત્યારે જ છોડતો. તેઓ જ્યારે ઝાડ ઉપર ચઢીને ફળોને એકઠાં કરતા ત્યારે ભીમ પગની લાતથી ઝાડોને ધ્રુજાવી મૂકતો. એના પ્રબળ પાદપ્રહારથી વૃક્ષો ધણધણી ઊઠતાં એટલે તેના પર ચઢેલા કુમારો ફળ સાથે નીચે ગબડી પડતા. તે કુમારો ભીમસેનની સરસાઇ કરતા તોપણ કુસ્તીમાં, વેગમાં કે શિક્ષણમાં તેની બરાબરી કરી શકતા નહીં. તે ધૃતરાષ્ટ્રપુત્રોની સ્પર્ધા કરતો અને તેમને રંજાડતો, પણ તે બધું બાલબુદ્ધિથી જ થતું; દ્વેષને લીધે નહીં.

ભીમસેનના એવા અતિ પ્રસિદ્ધ પરાક્રમને લીધે દુર્યોધન દુષ્ટભાવ બતાવવા લાગ્યો. મોહ અને અશ્વર્યને લીધે પાપોને જ જોયા કરનારા તે ધર્મવિહીનની બુદ્ધિ પાપી થઇ ગઇ. તે વિચારવા લાગ્યો કે ભીમ બલવાનોમાં શ્રેષ્ઠ છે તો એને છળથી પકડી લેવો જોઇએ. એ એકલો પણ અમારી સૌની સ્પર્ધા કરે છે. તે નગરના ઉદ્યાનમાં સૂતો હોય ત્યારે તેને અમે ગંગામાં નાંખી દઇશું પછી તેના નાના ભાઇ અર્જુનને તેમજ તેનાથી મોટા યુધિષ્ઠિરને બળાત્કારે બાંધીને કેદમાં પૂરીને અમે પૃથ્વીનું શાસન કરીશું.”

“તેણે જલવિહારને માટે ભાતભાતનાં ભવનો તૈયાર કરાવ્યાં. સર્વ કામપદાર્થોથી ભરપૂર બીજાં અનેકવિધ ઘરોને બનાવડાવ્યાં. ગંગાના તીર ઉપર આવેલા સ્થાનમાં થોડું જલમાં ને થોડું સ્થલમાં એવું ઉદક ક્રીડન નામે ક્રીડાગૃહ કરાવ્યું. ત્યાં રસોઇકાર્યમાં કુશળ કારીગરોએ અસંખ્ય સુંદર વાનગીઓને તૈયાર કરી. તેણે પાંડવોને ત્યાં જઇને જલક્રીડા કરવાનું આમંત્રણ આપ્યું. યુધિષ્ઠિરે એનો સ્વીકાર કર્યો. તે પછી રથોમાં તેમ જ ઉત્તમ હાથીઓ પર બેસીને  કૌરવો પાંડવો સાથે નગરની બહાર નીકળ્યા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *