माया का प्रभाव
गुन कृत सन्यपात नहिं केही । कोउ न मान मद तजेउ निबेही ॥
जोबन ज्वर केहि नहिं बलकावा । ममता केहि कर जस न नसावा ॥१॥
मच्छर काहि कलंक न लावा । काहि न सोक समीर डोलावा ॥
चिंता साँपिनि को नहिं खाया । को जग जाहि न ब्यापी माया ॥२॥
कीट मनोरथ दारु सरीरा । जेहि न लाग घुन को अस धीरा ॥
सुत बित लोक ईषना तीनी । केहि के मति इन्ह कृत न मलीनी ॥३॥
यह सब माया कर परिवारा । प्रबल अमिति को बरनै पारा ॥
सिव चतुरानन जाहि डेराहीं । अपर जीव केहि लेखे माहीं ॥४॥
(दोहा)
ब्यापि रहेउ संसार महुँ माया कटक प्रचंड ॥
सेनापति कामादि भट दंभ कपट पाषंड ॥ ७१(क) ॥
सो दासी रघुबीर कै समुझें मिथ्या सोपि ।
छूट न राम कृपा बिनु नाथ कहउँ पद रोपि ॥ ७१(ख) ॥
માયાનો જીવ પર પ્રભાવ
(દોહરો)
સંનિપાત ગુણત્રયતણો કોને નથી થયો;
માનમદતણા સ્પર્શ વિણ જગમાં કોણ રહ્યો ?
જોબનજ્વરથી કોણ ના જન બેહોશ બન્યો,
મમતાએ કોના નથી યશને નષ્ટ કર્યો ?
કલંક મત્સરનું વળી કોને નવ લાગ્યું,
શોક સમીર થકી નથી કોનું મન હાલ્યું ?
ચિંતા નાગિન જગતમાં કોને ના ડંખી,
કોને માયા છે નહીં વ્યાપી બળવંતી ?
કીટ મનોરથ કાષ્ઠમય શરીરમાં ન રહ્યો,
જેના એવો ધીર છે ક્યાંયે કદી મળ્યો ?
સુતવિત લોકતણી ત્રિવિધ વાસનાથકી મન,
જેનું મલિન થયું નથી એવો ક્યાં છે જન ?
કોણ વર્ણવે પ્રબળ આ માયાનો પરિવાર,
બીજાની શી ગણતરી, શિવ વિધિ પામ્યા હાર.
વ્યાપ્યું આ સંસારમાં માયા કટક પ્રચંડ,
સેનાપતિ કામાદિ, ભટ દંભ કપટ પાખંડ.
દાસી તે રઘુવીરની, સમજ્યે મિથ્યા થાય,
રામકૃપા વિણ ના ટળે પૂર્ણપણે ના જાય.