Sunday, 22 December, 2024

Effect on nature

156 Views
Share :
Effect on nature

Effect on nature

156 Views

श्रीराम के आगमन से प्रकृति प्रसन्न
 
रामहि केवल प्रेमु पिआरा । जानि लेउ जो जाननिहारा ॥
राम सकल बनचर तब तोषे । कहि मृदु बचन प्रेम परिपोषे ॥१॥
 
बिदा किए सिर नाइ सिधाए । प्रभु गुन कहत सुनत घर आए ॥
एहि बिधि सिय समेत दोउ भाई । बसहिं बिपिन सुर मुनि सुखदाई ॥२॥
 
जब ते आइ रहे रघुनायकु । तब तें भयउ बनु मंगलदायकु ॥
फूलहिं फलहिं बिटप बिधि नाना । मंजु बलित बर बेलि बिताना ॥३॥
 
सुरतरु सरिस सुभायँ सुहाए । मनहुँ बिबुध बन परिहरि आए ॥
गंज मंजुतर मधुकर श्रेनी । त्रिबिध बयारि बहइ सुख देनी ॥४॥
 
(दोहा)   
नीलकंठ कलकंठ सुक चातक चक्क चकोर ।
भाँति भाँति बोलहिं बिहग श्रवन सुखद चित चोर ॥ १३७ ॥
 
શ્રીરામની સંનિધિથી પ્રકૃતિ પ્રસન્ન
 
(દોહરો)  
કેવળ પવિત્ર પ્રેમને પ્રિય રઘુવર માને,
રહસ્ય એ રઘુવરતણું કોઇ જન જાણે.
 
મધુ શબ્દ કહી રઘુવરે સંતોષ્યા સહુને;
થયા વિદાય નમી બધા સ્તવતાં મુક્ત મને.
 
સીતા સહિત વસ્યા વને બંને ભાઇ એમ
સુરમુનિ સુખદાયક બની શાંતિથકી સપ્રેમ.
 
રઘુપતિએ જે દિવસથી વનમાં વાસ કર્યો
મંગલપ્રદ તે દિવસથી વનનો પ્રાણ થયો.
 
ફૂલ્યાં ફાલ્યાં વૃક્ષ સૌ, મંડપ વેલતણા
બંધાયા સૌની ઉપર મંજુલ લલિત ઘણા.
 
દેવોનાં વનને તજી કલ્પવૃક્ષ આવ્યાં
સોહે એવાં સરસ એ, સૌરભને લાવ્યાં.
 
ભ્રમરપંક્તિ ગૂંજન કરી વારંવાર રહી,
ત્રિવિધ રહ્યો સુખ આપતો વાયુ બધેય વહી.
 
નીલકંઠ કલકંઠ શુક ચાતક ચક્ક ચકોર
બોલી વિવિધ વિહગ રહ્યાં શ્રવણસુખદ ચિતચોર.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *