Sunday, 22 December, 2024

Everyone praise Bharat

145 Views
Share :
Everyone praise Bharat

Everyone praise Bharat

145 Views

सब भरत की तारिफ करते है 
 
धन्य भरत जय राम गोसाईं । कहत देव हरषत बरिआई ॥
मुनि मिथिलेस सभाँ सब काहू । भरत बचन सुनि भयउ उछाहू ॥१॥
 
भरत राम गुन ग्राम सनेहू । पुलकि प्रसंसत राउ बिदेहू ॥
सेवक स्वामि सुभाउ सुहावन । नेमु पेमु अति पावन पावन ॥२॥
 
मति अनुसार सराहन लागे । सचिव सभासद सब अनुरागे ॥
सुनि सुनि राम भरत संबादू । दुहु समाज हियँ हरषु बिषादू ॥३॥
 
राम मातु दुखु सुखु सम जानी । कहि गुन राम प्रबोधीं रानी ॥
एक कहहिं रघुबीर बड़ाई । एक सराहत भरत भलाई ॥४॥
 
(दोहा)
अत्रि कहेउ तब भरत सन सैल समीप सुकूप ।
राखिअ तीरथ तोय तहँ पावन अमिअ अनूप ॥ ३०९ ॥
 
બધા ભરતની પ્રસંશા કરે છે
 
(દોહરો)
ધન્ય ભરત, હો રામનો સદાય જયજયકાર;
એમ બોલતાં દેવ સૌ પામ્યા હર્ષ અપાર.
 
મુનિ મિથિલેશ સભાજનો સૌને હર્ષ થયો;
ભરતશબ્દને સાંભળી સર્વ વિષાદ ગયો.
*
ભરત-રામ ગુણગ્રામ સ્નેહ વખાણી રહ્યા સ્તબ્ધ વિદેહ;
સેવક સ્વામી સરસ સ્વભાવ નેમ પ્રેમ પાવન કરનાર.
 
સચિવ સભાસદ કરતાં રાગ રહ્યા વખાણી મતિ અનુસાર;
સુણતાં રામ ભરત સંવાદ થયો સર્વને હર્ષ વિષાદ.
 
સુખદુઃખને સમ સમજી માત કૌશલ્યાએ કરતાં વાત
અન્ય માતને કર્યો પ્રબોધ દઇ રામગુણગણનો બોધ.
 
(દોહરો)
કોઇ કહેવા શ્રેષ્ઠતા રઘુવરની લાગ્યા,
ભરત ભલાઇ અન્ય ને વખાણવા લાગ્યા.
 
ભરતને કહ્યું અત્રિએ, શૈલ સમીપ સુકૂપ
રાખો તેમાં તીર્થજળ પાવન સુધાસ્વરૂપ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *