श्रीराम की जयजयकार
(चौपाई)
प्रभु दोउ चापखंड महि डारे । देखि लोग सब भए सुखारे ॥
कोसिकरुप पयोनिधि पावन । प्रेम बारि अवगाहु सुहावन ॥१॥
रामरूप राकेसु निहारी । बढ़त बीचि पुलकावलि भारी ॥
बाजे नभ गहगहे निसाना । देवबधू नाचहिं करि गाना ॥२॥
ब्रह्मादिक सुर सिद्ध मुनीसा । प्रभुहि प्रसंसहि देहिं असीसा ॥
बरिसहिं सुमन रंग बहु माला । गावहिं किंनर गीत रसाला ॥३॥
रही भुवन भरि जय जय बानी । धनुषभंग धुनि जात न जानी ॥
मुदित कहहिं जहँ तहँ नर नारी । भंजेउ राम संभुधनु भारी ॥४॥
(दोहा)
बंदी मागध सूतगन बिरुद बदहिं मतिधीर ।
करहिं निछावरि लोग सब हय गय धन मनि चीर ॥ २६२ ॥
બધા રામની સ્તુતિ કરે છે
નાખ્યા ધરતી પર અનુખંડ, થયો હર્ષ દર્શકને અનંત;
કૌશિકરૂપી પયોનિધિ પાવન પ્રેમવારિ પ્રમત્ત સુહાવન,
પેખી પૂર્ણેન્દુ જેવા રામ ચિત્તાકર્ષક ને ઘનશ્યામ
વીચિમાળશાં થયા રોમાંચ, એના ભાગ્યને આવી ના આંચ.
વાગ્યાં વાદ્ય વ્યોમે બધું જોઇ, નાચી દેવાંગના સૂધ ખોઇ,
સિદ્ધ મુનિવર બ્રહ્માદિ દેવ કરવા લાગ્યા સ્તવન સ્વયમેવ;
આશીર્વાદ સહિત મધુરંગી પુષ્પ વરસાવ્યાં માળાઓ તેમ.
ગીત કિન્નરે મધુમય ગાયાં, સુખી સૌ કોઇ સુખમાં નહાયાં.
બધે વ્યાપી રહ્યો જયકાર ધનુભંગના સ્વરથી અપાર;
કહેવા લાગ્યાં મુદિત નરનારી રામે તોડયું શંકરધનુ ભારી.
(દોહરો)
બંદી માગધ સૂત ગણ વદ્યા બિરદ મતિધાર;
ન્યોછાવર સૌએ કર્યા હયગય ધન મણિ ચીર.