Sunday, 22 December, 2024

Garuda approach Naradji for explanation

146 Views
Share :
Garuda approach Naradji for explanation

Garuda approach Naradji for explanation

146 Views

संशय का उपाय करने गरुडजी नारदजी के पास गये
 
नाना भाँति मनहि समुझावा । प्रगट न ग्यान हृदयँ भ्रम छावा ॥
खेद खिन्न मन तर्क बढ़ाई । भयउ मोहबस तुम्हरिहिं नाई ॥१॥
 
ब्याकुल गयउ देवरिषि पाहीं । कहेसि जो संसय निज मन माहीं ॥
सुनि नारदहि लागि अति दाया । सुनु खग प्रबल राम कै माया ॥२॥
 
जो ग्यानिन्ह कर चित अपहरई । बरिआई बिमोह मन करई ॥
जेहिं बहु बार नचावा मोही । सोइ ब्यापी बिहंगपति तोही ॥३॥
 
महामोह उपजा उर तोरें । मिटिहि न बेगि कहें खग मोरें ॥
चतुरानन पहिं जाहु खगेसा । सोइ करेहु जेहि होइ निदेसा ॥४॥
 
(दोहा)
अस कहि चले देवरिषि करत राम गुन गान ।
हरि माया बल बरनत पुनि पुनि परम सुजान ॥ ५९ ॥
 
સંશય દુર કરવા ગરુડજી નારદજી પાસે આવે છે
 
(દોહરો)
મનને સમજાવ્યું છતાં ભ્રમ ના દૂર થયો,
જ્ઞાન થયું ના, તર્કથી ઘેરો મોહ બન્યો.
 
ગયા વ્યાકુળ દેવર્ષિ પાસ, કહ્યો સંશય ચિત્તનો ખાસ;
થઈ અનુકંપા એમને ત્યારે, કહ્યું માયા તે પ્રભુની ભારે.
 
મન જ્ઞાનીતણાં જે હરે છે મિથ્યા મોહથકી ને ભરે છે,
જેણે નચવ્યો મને બહુ વાર માયા વ્યાપી તે તમને અપાર.
 
મહામોહ વ્યાપ્યો તમને જે મારા ઉપદેશે મટશે નહીં તે,
પહોંચો ચતુરાનન પાસ ખગેશ, કરો આપે જે મુજબ આદેશ.
 
(દોહરો)
ચાલ્યા દેવર્ષિ કહી કરતાં પ્રભુ ગુણગાન,
હરિમાયા બળ વર્ણવી વારંવાર સુજાણ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *