संशय का उपाय करने गरुडजी शिवजी के पास गये
तब खगपति बिरंचि पहिं गयऊ । निज संदेह सुनावत भयऊ ॥
सुनि बिरंचि रामहि सिरु नावा । समुझि प्रताप प्रेम अति छावा ॥१॥
मन महुँ करइ बिचार बिधाता । माया बस कबि कोबिद ग्याता ॥
हरि माया कर अमिति प्रभावा । बिपुल बार जेहिं मोहि नचावा ॥२॥
अग जगमय जग मम उपराजा । नहिं आचरज मोह खगराजा ॥
तब बोले बिधि गिरा सुहाई । जान महेस राम प्रभुताई ॥३॥
बैनतेय संकर पहिं जाहू । तात अनत पूछहु जनि काहू ॥
तहँ होइहि तव संसय हानी । चलेउ बिहंग सुनत बिधि बानी ॥४॥
(दोहा)
परमातुर बिहंगपति आयउ तब मो पास ।
जात रहेउँ कुबेर गृह रहिहु उमा कैलास ॥ ६० ॥
શંકાનુ સમાધાન કરવા ગરુડજી ભગવાન શંકર પાસે આવ્યા
(દોહરો)
બ્રહ્માને ગરુડે કહી શંકા પોતાની,
વંદી રઘુવરને તરત મહિમાને જાણી,
કરવા લાગ્યા શાંતિથી વિસ્મય સહિત વિચાર,
પ્રભાવ પ્રભુમાયાતણો સાચેસાચ અપાર.
કવિ કોવિદ જ્ઞાની બધા માયાવશ ફરતા,
નચાવ્યો મને પણ પૂરા મોહમુગ્ધ કરતાં.
મોહ ગરુડને થાય તો એમાં વિસ્મય ના;
મહાદેવ જાણે સદા રઘુપતિનો મહિમા.
મળો શંભુને થાય તો શંકાકેરો નાશ;
ગરુડ સુણી એ શબ્દને આવ્યા મારી પાસ.