Saturday, 16 November, 2024

Garuda ask about knowledge and devotion

109 Views
Share :
Garuda ask about knowledge and devotion

Garuda ask about knowledge and devotion

109 Views

ज्ञान और भक्ति में क्या अंतर है
 
जे असि भगति जानि परिहरहीं । केवल ग्यान हेतु श्रम करहीं ॥
ते जड़ कामधेनु गृहँ त्यागी । खोजत आकु फिरहिं पय लागी ॥१॥
 
सुनु खगेस हरि भगति बिहाई । जे सुख चाहहिं आन उपाई ॥
ते सठ महासिंधु बिनु तरनी । पैरि पार चाहहिं जड़ करनी ॥२॥
 
सुनि भसुंडि के बचन भवानी । बोलेउ गरुड़ हरषि मृदु बानी ॥
तव प्रसाद प्रभु मम उर माहीं । संसय सोक मोह भ्रम नाहीं ॥३॥
 
सुनेउँ पुनीत राम गुन ग्रामा । तुम्हरी कृपाँ लहेउँ बिश्रामा ॥
एक बात प्रभु पूँछउँ तोही । कहहु बुझाइ कृपानिधि मोही ॥४॥
 
कहहिं संत मुनि बेद पुराना । नहिं कछु दुर्लभ ग्यान समाना ॥
सोइ मुनि तुम्ह सन कहेउ गोसाईं । नहिं आदरेहु भगति की नाईं ॥५॥
 
ग्यानहि भगतिहि अंतर केता । सकल कहहु प्रभु कृपा निकेता ॥
सुनि उरगारि बचन सुख माना । सादर बोलेउ काग सुजाना ॥६॥
 
भगतिहि ग्यानहि नहिं कछु भेदा । उभय हरहिं भव संभव खेदा ॥
नाथ मुनीस कहहिं कछु अंतर । सावधान सोउ सुनु बिहंगबर ॥७॥
 
ग्यान बिराग जोग बिग्याना । ए सब पुरुष सुनहु हरिजाना ॥
पुरुष प्रताप प्रबल सब भाँती । अबला अबल सहज जड़ जाती ॥८॥
 
(दोहा)
पुरुष त्यागि सक नारिहि जो बिरक्त मति धीर ॥
न तु कामी बिषयाबस बिमुख जो पद रघुबीर ॥ ११५(क) ॥ 
 
(सोरठा)
सोउ मुनि ग्याननिधान मृगनयनी बिधु मुख निरखि ।
बिबस होइ हरिजान नारि बिष्नु माया प्रगट ॥ ११५(ख) ॥
 
જ્ઞાન અને ભક્તિનો તફાવત
 
એવી ભક્તિ જે પરહરે, કેવળ જ્ઞાનકાજ શ્રમ કરે,
કરતાં કામધેનુનો ત્યાગ કરે આકડાનો તે રાગ.
 
કેમ તેમને દૂધ મળે, દૈન્ય ભક્તિ વિણ કેમ ટળે,
કુકર્મવાળા જડ જન તે નૌકા વિના પ્રયત્ન કરે,
તો પણ કોટિ પ્રયત્ન વડે સાગરને ન કદીય તરે.
 
ભુશુંડિનાં સુણતાં સુવચન બોલ્યા તરત જ ગરુડ પ્રસન્ન,
તમારી કૃપાથી મનમાંહ્ય શોક મોહ ભ્રમ નથી જરાય.
 
સુણ્યા પુનિત રઘુપતિ ગુણગ્રામ કૃપાથકી પામ્યો વિશ્રામ,
પૂછું એક આપને વાત સમજાવી ધન્ય કરો જાત.
 
કહે સંતમુનિ વેદપુરાણ દુર્લભ કાંઈ નવ જ્ઞાન સમાન,
મુનિનો મત પણ એવો હતો, પ્રભાવ ન પડયો તમ પર કશો.
 
જ્ઞાન ભક્તિની વચ્ચે ભેદ કહો કેટલો કૃપાનિકેત;
ગરુડ વચન સુણતાં સાનંદ કાગ વદ્યા પ્રણમી ભગવંત.
 
જ્ઞાન ભક્તિમાં લેશ ન ભેદ ઉભય હરે ભવસંભવ ખેદ,
મુનિવર કથતા અંતર લેશ, સુણો શાંતિથી તે વિહગેશ !
 
જ્ઞાન ભક્તિ યોગ વિજ્ઞાન પુરુષ સર્વ છે એ હરિ પ્રાણ !
પુરુષપ્રતાપ પ્રબળ કહેવાય, અબલા જડ નિર્બળ જ મનાય
 
(દોહરો)
પુરુષ તજી સ્ત્રીને શકે જો વિરક્ત કે ધીર,
કામી વિષયી ના કદી જે ન ભજે રઘુવીર.
*
તે મુનિ જ્ઞાનનિધાન પણ મૃગનયના વિધુમુખ નીરખી,
વિવશ બને; નારી સ્વયં વિષ્ણુ તણી માયા પ્રગટ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *