Sunday, 8 September, 2024

Garuda leave for Vaikunth

90 Views
Share :
Garuda leave for Vaikunth

Garuda leave for Vaikunth

90 Views

रामकथा सुनकर गरुडजी वैकुंठ चले
 
मै कृत्कृत्य भयउँ तव बानी । सुनि रघुबीर भगति रस सानी ॥
राम चरन नूतन रति भई । माया जनित बिपति सब गई ॥१॥
 
मोह जलधि बोहित तुम्ह भए । मो कहँ नाथ बिबिध सुख दए ॥
मो पहिं होइ न प्रति उपकारा । बंदउँ तव पद बारहिं बारा ॥२॥
 
पूरन काम राम अनुरागी । तुम्ह सम तात न कोउ बड़भागी ॥
संत बिटप सरिता गिरि धरनी । पर हित हेतु सबन्ह कै करनी ॥३॥
 
संत हृदय नवनीत समाना । कहा कबिन्ह परि कहै न जाना ॥
निज परिताप द्रवइ नवनीता । पर दुख द्रवहिं संत सुपुनीता ॥४॥
 
जीवन जन्म सुफल मम भयऊ । तव प्रसाद संसय सब गयऊ ॥
जानेहु सदा मोहि निज किंकर । पुनि पुनि उमा कहइ बिहंगबर ॥५॥
 
(दोहा)
तासु चरन सिरु नाइ करि प्रेम सहित मतिधीर ।
गयउ गरुड़ बैकुंठ तब हृदयँ राखि रघुबीर ॥ १२५(क) ॥ 
 
गिरिजा संत समागम सम न लाभ कछु आन ।
बिनु हरि कृपा न होइ सो गावहिं बेद पुरान ॥ १२५(ख) ॥
 
ગરૂડજી રામકથા સાંભળીને વૈકુંઠ જાય છે
 
(દોહરો)
કૃતકૃત્ય થયો સાંભળી દિવ્ય મધુર વાણી,
રઘુપતિભક્તિ રસે ભરી શાંતિમયી શાણી.
 
રામચરણમાં અવનવી મુજને પ્રીતિ મળી,
માયાથી પેદા થતી સર્વ વિપત્તિ ટળી.
 
મોહસિંધુમાં ડૂબતા મારે માટે આપ,
નાવ બન્યા, સુખને ધર્યું, શાંત કર્યા સંતાપ.
 
એનો પ્રતિઉપકાર ના મારાથકી કરાય;
વંદુ ચારુ ચરણમહીં પ્રેમે વારંવાર.
*
પૂર્ણકામ રામઅનુરાગ કોણ તમારાસમ બડભાગ;
સંતવિટપ સરિતા ગિરિધરા પરહિત ખાતર સૌની ક્રિયા.
 
સંતહૃદય નવનીત સમાન કવિની પૂર્ણ નથી એ વાણ,
નિજ પરિતાપ દ્રવે નવનીત, પરદુ:ખ દ્રવે સંત સુપવિત્ર.
 
જીવનજન્મ સફળ મમ થયો, કૃપા થતાં સંશય સહુ ગયો;
જાણી સદા મને નિજ દાસ કરજો કરુણા સ્નેહે ખાસ.
 
(દોહરો)
ચરણે મસ્તક મૂકતાં પ્રેમસહિત મતિધીર,
ગરુડ ગયા વૈકુંઠમાં ઉર રાખી રઘુવીર.
 
સંતસમાગમ સમ નથી લાભ જગતમાં આન,
હરિકૃપા વિના ના મળે, ગાયે વેદપુરાણ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *