रामकथा सुनकर गरुडजी को संशय
गिरिजा कहेउँ सो सब इतिहासा । मैं जेहि समय गयउँ खग पासा ॥
अब सो कथा सुनहु जेही हेतू । गयउ काग पहिं खग कुल केतू ॥१॥
जब रघुनाथ कीन्हि रन क्रीड़ा । समुझत चरित होति मोहि ब्रीड़ा ॥
इंद्रजीत कर आपु बँधायो । तब नारद मुनि गरुड़ पठायो ॥२॥
बंधन काटि गयो उरगादा । उपजा हृदयँ प्रचंड बिषादा ॥
प्रभु बंधन समुझत बहु भाँती । करत बिचार उरग आराती ॥३॥
ब्यापक ब्रह्म बिरज बागीसा । माया मोह पार परमीसा ॥
सो अवतार सुनेउँ जग माहीं । देखेउँ सो प्रभाव कछु नाहीं ॥४॥
(दोहा)
भव बंधन ते छूटहिं नर जपि जा कर नाम ।
खर्च निसाचर बाँधेउ नागपास सोइ राम ॥ ५८ ॥
ગરુડજીને રામ વિશે સંશય થાય છે
(દોહરો)
ભુશુંડિ સાથે ગરુડનો થયો કેમ મેળાપ,
કથા કહું તે શુભ હવે શમાવતી સંતાપ.
*
કીધી રણમાં રઘુનાથે ક્રીડા તેને યાદ કરી થાય પીડા;
હાથે મેઘનાદના બંધાયા, રક્ષા માટે ગરુડ ત્યાં પધાર્યા.
કાપી બંધ ગયા ઉરગાદ, પ્રગટયો પ્રાણે પ્રચંડ વિષાદ;
પ્રભુબંધન સ્મરતાં અપાર કરવા લાગ્યા એ ભ્રાંત વિચાર.
બ્રહ્મ વ્યાપક વિરજ વાગીશ માયામોહથી પર વળી ઈશ,
લીધો એમણે છે અવતાર છતાં દેખાયો ના મને સાર.
(દોહરો)
છોડે ભવબંધનથકી નરને જેનું નામ,
બાંધ્યા તુચ્છ નિશાચરે નાગપાશ તે રામ.